________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ સહજસુંદરી રાસકૃતિઓ સમકિત મુગટ સરિઉ ભામણઈ. ભાવના બાર કસી કાંચલી સમતારસ ચૂડઉ કરી વલી, પહિરિઉ સીલ તણુઉ સિણગાર
શ્રી અરિહંત વરિઉ ભરતાર. જીવન અને જગત વિશેનું કવિ સહસુંદરનું ચિંતન ગહન અને તાવિક છે. તેમના રાસાઓમાં આવતી અનેક સૂત્રાત્મક કડીઓ કવિના જીવન અને વ્યવહાર વિશેના વિશાળ જ્ઞાનનો પરિચય આપે છે. તત્વનિદર્શનની સાથે જ વ્યવહાર-જગતની વાસ્તવિકતાને આલેખતી અનેક પંકિતઓ તેમની પાસેથી મળે છે.
ભાવ કે પ્રસંગોનાં વર્ણનોને વિશદ બનાવતાં દષ્ટાંત અને ઉપમાને કવિ મહદ્ અંશે પ્રકૃતિમાંથી જ લે છે. કથાવસ્તુનું સ્પષ્ટ અને પ્રાસાદિક નિરૂપણ, લક્ષ્યવેધી ભાષા, અલંકારોને સમુચિત વિનિગ તેમ જ મૌલિક રમણીયવર્ણને વગેરેને કારણે સુયોજિત અને રસાવહ બનેલી આ કાવ્યકૃતિઓ કવિની સર્જક પ્રતિભાને સુહુ પરિચય આપી રહે છે.
આ રાસાત્મક કથાઓમાં કવિએ ઉપયોગમાં લીધેલાં કેટલાંક કથાઘટકે પણ ધ્યાનાર્હ છે. જેમકે પાપી રાજા અને નીતિમાન નિપુણ મંત્રી, મંત્રીની ચતુરાઈ થી રાજાનું હૃદયપરિવર્તન; રાજ્યગાદી માટેનું પિતાનું સ્થાન નિશ્ચિત બનાવવા પોતાના જ કુંવરને વિકલાંગ બનાવતે રાજા, કૂડકપટથી પતિની હત્યા કરતી પત્ની, પક્ષીમુખે માનવભાષા, ગુપ્તપણે પુત્રને ઉછેરે, આત્મહત્યા કરવા ઈચ્છતા તેતલિપુત્ર માટે વિષ, તરવાર, ગળપાશ અને અગ્નિને ઉપયોગ નિરર્થક બન, રાજકુંવર અને પિોપટની મૈત્રી, પોપટ દ્વારા અપાતા સરસ્વતીને મંત્ર, રત્નસારકુમારનું શૌર્ય અને સંસ્કારબળે અનેક કન્યાઓ સાથે લગ્ન થવું વગેરે પ્રકારનાં કથાઘટકોનો અહીં ઉપયોગ થયો છે. તેને સ્વતંત્ર રીતે અભ્યાસ થઈ શકે. કવિએ આ પ્રચલિત કથાઘટકને સાથ અને સમુચિત રીતે, પિતાની કૃતિઓમાં ઉપયોગ કરીને કૃતિને રસિક અને મનહર બનાવી છે. કવિ સહજસુંદરની કાવ્યકૃતિઓ - અમરકુમારરાસ, આત્મરાજરાસ, આદિનાથ શંત્રુજયસ્તવન, આંખકાનસંવાદ, ઇરિયાવહીરાસ, ઇલાતી/ચી પુત્ર સઝાય, ઋષિદત્તારસ, કાયાપુર પાટણની સઝાય, કશ્યાગીત, ગુણરત્નાકર છંદ, જઈ તવેલિ, જબુઅંતરંગરાસ (વિવાહલો), તેતલિમંત્રીને સ, નિંદાનિવારણની સઝાય, પશીરાજને રાસપાઈ, પ્રસન્નચંદ્રરાજર્ષિ રાસ,
For Private and Personal Use Only