________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
કવિ સહજસુંદર : જીવન અને કવન
ભમરી ભંમર કમલગુણ ગેલિ મીઠી દ્રાખ તણી જિમ વેલિ, સરસ ચડી યોવન માડવઈ
રસીઆના તે રસ પૂરવઈ. –જેવી પંકિતઓમાં શૃંગારરસનું માધુર્યભર્યું નિરૂપણ કરતા આ કવિ ભોગવિલાસી જીવનની વ્યર્થતાનું પણ એવું જ સચેટ કાવ્યમય આલેખન કરે છે :
સહુકે સ્વારથ આપણઈ મિલિઉં મિલાપઉ એહ, નરગ તણા દુખ તે લહઈ
જે નર કરઈ સનેહ. રાસાઓમાં અનેક ટૂંકાં, સુંદર અને ચિત્તહારક વર્ણન અને ચમત્કૃતિયુક્ત પંક્તિઓ આવે છે.
કનકરથરાજાના વિકલાંગ પુત્રો માટે પાંખવિહણ પંખીઆ'ની ઉપમા જીને તેમના તરફડાટ અને વિહવળતાનું માર્મિક રીતે નિરૂપણ કરનાર આ કવિ માનવહૃદયને સંઘર્ષોને બહુ જ ઓછા શબ્દોમાં પણ હૃદયસ્પર્શી રીતે રજૂ કરે છે. નાનાવિધ પરિસ્થિતિમાં માનવમનમાં જગતાં મિનાં આંદોલનને કવિ સહજભાવે તાદશ કરે છે. પતિગૃહે વિદાય થતી રત્નમ જરિના સમગ્ર મનભાવને પિતાનું ઘર છોડતાં “આઘા નવ હિઈ પાઈ” એટલા શબ્દોમાં જ સચેટ રીતે વ્યકત કર્યા છે. પ્રણયી હૃદયની પ્રતીક્ષ, ઉલ્લાસ, વ્યાકુળતા, વિરહની તીવ્ર કટ વેદના, માતૃહદયની ઘેરી વ્યથા, વિકલાંગ પુત્રોની વેદના, સ્વજને અને પરિજનોથી અપમાનિત થતા તેતલિપુત્રની મનાતના --એવા અનેક પ્રસંગેનું જીવંત નિરૂપણ કરીને કવિ માનવમનનાં ઊંડા ગા માં અવગાહન કરાવે છે.
સંસારની અસારતા અને ક્ષણભંગુરતાની સાથે જ વિવિધ પ્રકારના ભોગેપભગનાં રસલુબ્ધ ને પણ કવિ આપે છે. નારીને નરકની ખાણું કુડમ્પટની જાલ” તરીકે આલેખે છે, તે તેનાં નખશિખ સૌદર્યનાં વર્ણને પણ આપે છે. અલબત્ત સહજસુંદરની કવિતાને મુખ્ય હેતુ ધમપ્રતિબંધને છે. પદિલ દીક્ષા લે છે ત્યારે તેનાં ધર્મરૂપ આભૂષણોનું વર્ણન કવિ આ રીતે આપે છે :
જીવદયા કરિ કુંકુમરોલ મુહsઈ સત્યવચન તંબલ, સુમતિપટુલી જસ પહિરણઈ
For Private and Personal Use Only