________________
૨૮
સંગીત, નૃત્ય અને નાટ્ય
કંઠસ્થ કર્યા. એમણે એક કલાકમાં ૧૫થી ૨૦ શ્લોક કંઠસ્થ કરવાની ટેવ પાડી હતી.
માય
પ્રથમાવસ્થાના અધ્યયનકાળમાં એમણે ૧૨૦૦૦ શ્લોપ્રમાણ સિદ્ધાન્તકૌમુદી લગભગ કંઠસ્થ કરી હતી. રઘુવંશાદિ પાંચ કાવ્ય અને હીરસૌભાગ્ય વગેરેના આવશ્યક સર્ગો, વ્યાકરણમાં ભૂષણ, મંજૂષા અને વ્યુત્પત્તિવાદના અમુક ભાગ તેમ જ તર્કસંગ્રહ અને મુક્તાવલિ લગભગ કંઠસ્થ કર્યા હતાં. આ ઉપરાંત એમણે પ્રકરણે, કમેન્થ, ત્રણ ભાષ્ય, તત્વાર્થસત્ર, સંગ્રહણી આદિ કંઠસ્થ કર્યા હતાં.
વિશિષ્ટ અધ્યયન પ્રાથમિક અભ્યાસ પૂરો કર્યા પછી દુર્બળ શરીર, ઘણે વિહાર અને બૃહ સંગ્રહણીના ભાષાંતરને શ્રમ વગેરે કારણે ઉપરાઉપરી માંદગીએ એમણે શારીરિક સાથે માનસિક ધક્કો પણ પહોંચાડ્યો. ત્યારથી એમને નવી વિદ્યાને આવેગ ઘટી ગયો. પછી એમણે આગમ, લોકપ્રકાશાદિ જૈન ગ્રન્થ તેમ જ સાર્વજનીન અને લાક્ષણિક સાહિત્યનાં અન્યાન્ય અંગેનું અધ્યયન કર્યું, વિશેષમાં વૈદિક – અજૈન સાહિત્ય તથા મન્ન-યન્ત્ર, યોગ અને ધ્યાનને લગતું સાહિત્ય તેમ જ વિવિધ પ્રકારના સામાજિક સાહિત્યનું પણ એમણે અવલોકન કર્યું. આજે એ “સબ બંદરના વેપારીની જેમ જ્ઞાનની શાખા-પ્રશાખાના જૈન-અજૈન પુસ્તકનું નિરીક્ષણ કરતા જ રહે છે તે એમના વિવિધ વિષયના રસને આભારી છે.
એમણે મહેપાધ્યાય ન્યાયાચાર્ય યશવિજયના કેટલાક ગ્રન્થનું અધ્યયન-અવલોકન કર્યું છે. “યભારતી સમિતિ' નામની સંસ્થાના