________________
६६
સંગીત, નૃત્ય અને નાટ્ય સંગીતના અન્ય પ્રકારનું જ્ઞાન મેળવ્યું. સાથે સાથે એમણે વિવિધ વાઘો, તાલ, નયકળા, રાસગૂંથણી (દાંડિયારાસ) ઇત્યાદિનું યથાયોગ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું. શિશુવયમાં જ એમણે ઉપાધ્યાય સકલચન્દ્રકૃત સત્તરભેદી પૂજાને સંગીતશાસ્ત્રના ઉચ્ચ કક્ષાનાં ગણાતાં ૩૫ રાગરાગિણીઓ એને અંગેનાં સ્વરલિપિમાં અવતરણ નિટેશન) સાથે શીખી લીધાં. પ્રસ્તુત પૂજા તથા અન્ય પૂજાઓ, વિવિધ સ્તવને તેમ જ ગીતો એમણે કંઠસ્થ ક્યાં.
સંયમને માગે જન્માક્તરના સંસ્કારથી તેમ જ ગુરુવર્યોના સહવાસ અને ઉપદેશથી બાર વર્ષની વયે એમણે દીક્ષા લેવાને પ્રબળ મનોરથ થયો. દીક્ષા અંગીકાર કરવાના માર્ગમાં અનેક મુસીબત-બાધાઓ ઊભી થઈ. તેમ છતાં ગૃહસ્થાશ્રમમાં રહીને એઓ મક્કમપણે ત્યાગ-બૈરાગ્યમય જીવન ગાળવા લાગ્યા. બાર વર્ષની ઉમરના એમને સાધુ થયા પહેલાં જ) જૈને અને સાધુમહારાજે કહીને બેલાતા. કુટુમ્બીઓ તરફથી મહાવિશ જાતજાતની અસાધારણ રુકાવટ હેવા છતાં તેથી જરા પણ ન ગભરાતાં સાત્વિક અને દઢ મનોબળના એ મુમુક્ષુ સમુચિત સામને કરી સફળતાના પથે પડ્યા. આષાઢ સુદિ અગિયારસે છાણીમાં એમની પ્રથમ દીક્ષા થઈ. આ માટે અગાઉથી એમના વાલીની અંગત રીતે સંમતિ લઈ લેવામાં આવી હતી પણ પાછળથી કુટુમ્બની અન્ય વ્યક્તિઓએ વિરોધ ઉઠાવ્યો. આથી સંમતિ આપનાર વાલીને બાજુમાં ખસી જવું પડ્યું અને વડોદરાના ન્યાયમંદિરમાં ત્રણ દિવસ મુકદ્દમે ચાલ્યો અને માત્ર સગીર ઉમરના કારણે કાયદાની રૂએ ઘેર જવાની એમને કમનસીબ ફરજ પડી. એમને માટે ઘેર જવું અને મરવું બંને સરખાં હતાં પણ એઓ નાછલાજ હતા. આથી બાહ્ય દષ્ટિએ એઓ હતાશ બન્યા પણ અંતર દષ્ટિએ એમની દઢતા-ટેક બેવડા જોરથી ચમકી ઊઠી.