________________
છે. હીરાલાલ સિકદાસ કાપડિયાનું જીવનવૃત્ત પરિપૂર્ણ સહકાર મળ્યા વિના એ રકમથી કાર્ય થઈ શકે તેમ નથી એમ લાગત છે. કાપડિયાએ એને લાભ જ કર્યો હતો.
એમના પ્રિય વિષય ગણિત, તત્વજ્ઞાન, સાહિત્ય અને ભાષાવિજ્ઞાન છે.
છે. કાપડિયાએ પિતાનાં બધાં તેજસ્વી સંતાનોને પરિપૂર્ણ અભ્યાસ કરવા જેટલી અનુકૂળતા પિતાની સામાન્ય સ્થિતિમાં પણ કરી આપી છે. આજે એના પરિણામે એમના જ્યેષ્ઠ પુત્ર ડે. બિપિનચંદ્ર એમ. એ., પી.એચ. ડી. જર્મન ભાષામાં નિષ્ણાત છે અને વેદના વિશિષ્ટ અભ્યાસી છે. સાથે સાથે સરદાર વલ્લભભાઈ વિદ્યાપીઠમાં સંસ્કૃતના રીડર (Reader) છે. વચલા પુત્ર ડો. વિધચન્દ્ર એમ. એસ. સી, પી એચ. ડી. પૂનાની નેશનલ કેમિકલ લેબોરેટરીમાં અને ત્રીજા પુત્ર શ્રી નવિનચન્દ્ર બી. એસ. સી. એલ. ટી. સી. (ડિપ.) મુંબઈની “આઈ. સી. આઈ. (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડમાં સેવા બજાવે છે. એમનાં સુપુત્રી કુ. મનોરમાબેન એમ. એ, બી. ટી છે અને મુંબઈની લગભગ ૨૫૦૦ વિદ્યાર્થિનીઓને શિક્ષણ પૂરું પાડતી નામાંક્તિ ચંદારામજી ગલર્સ હાઈસ્કૂલમાં શિક્ષિકા છે.
તા. ૧૮-૫-૧૯૧૦ને રોજ સ્વ. રાવસાહેબ વૃન્દાવન જાદવના ભગિની ઇન્દિરાબેત સાથે લગ્નમન્થિથી જોડાઈ સઠ વર્ષ જેટલા દીર્ધકાળ પર્યત દામ્પત્યજીવનને સદુપયોગ કરનારા, આપણા જૈન સમાજના જ નહિ પણ શિક્ષણપ્રેમી અને વિદ્યાવ્યાસંગી વિવિધ વિબુધના યણ સન્માન્ય, વકતૃત્વકળાથી વિભૂષિત, જમીન જેવી વિદેશી ભાષાથી પરિચિત અને સંશોધનકાર્યમાં સિદ્ધહસ્ત છે. કાપડિયા આપણી આ સંસ્કૃતિની નિર્મળ પરંતુ પ્રબળ પતિને વધુ પ્રકાશમાન બનાવવામાં ભાગ્યશાળી થાઓ એ શુભેચ્છા.
તા. ૧૫-૭-૭ક.
પ્રકાશક