SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ સંગીત, નૃત્ય અને નાટ્ય લપછપથી એઓ અલિપ્ત રહ્યા છે. એમ. ટી. બી. કોલેજમાંથી એમને નિવૃત થયાને આજે ૨૪ વર્ષ પૂરા થવાં આવ્યાં છે અને આવકનું વિશિષ્ટ સાધન નથી છતાં સ્વાધ્યાય – વાંચન અને લેખન એ જ એમને વ્યવસાય રહ્યો છે. એમણે પૈસો એકઠા કરવા તરફ કદી લક્ષ્ય આપ્યું નથી. એઓ સાદું અને સંયમી જીવન ગાળી રહ્યા છે. એમણે સુપ્રસિદ્ધ વિચક્ષણ મુનિવરોના અને જૈન આચાર્યોના સંપર્કને બાલ્યાવસ્થાથી એકધારે લાભ લીધો છે. ન્યા. વિ. ન્યા. તી, મુનિશ્રી ન્યાયવિજયજી અને ન્યા. વિ. ન્યા. તી. ઉપાધ્યાય મંગલવિજ્યજી જૈન દર્શનના અભ્યાસ પૂરતા એમના વિદ્યાગુરુઓ થાય છે. ' જેને ધર્મની વિશ્વોપકાર અને ઉદાર ભાવનાઓથી પ્રભાવિત અને જૈન સાહિત્યના મનનીય ગ્રંથોના પરિશીલન માટે ઉદ્યત છે. કાપડિયાને મુંબઈ યુનિવર્સિટી તરફથી નિમ્નલિખિત વિષયે અંગે પાંચ વાર સંશોધનદાન મળ્યું છે – The Jaina Mathematics, Outlines of Paleograply, The Jaina System of Education, The Doctrine of Ahimsā in the Jaio: Canon 242 Keconstruction of Ardhamāgadhi Grammar. વિશેષમાં આ જ વિદ્યાપીઠે એમને ' A History of the Canovical Literature of the Jainas' H12 31318-1&ld આપતાં એમણે એ પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે. આજે તે એ અપ્રાપ્ય છે. કાલાંતરે આના પૂરકરૂપ અનામિક સાહિત્યના ઇતિહાસ માટે પણ બબ્બે વાર પ્રકાશનદાન આપવા મુંબઈ વિદ્યાપીઠે તૈયારી બતાવી હતી પરંતુ અન્ય 1 એમનું સને ૧૯૭૧માં સારસ્વત સમારોહના પ્રસંગે જાહેરમાં સન્માન કરાયું એ મુનિમીની ઇચ્છાને માન આપવા પૂરતું હતું.
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy