________________
છે. હીરાલાલ રસિકદાસ કાપડિયાનું જીવનવૃત્ત
અમારી માલાને વીસેક વર્ષથી પિતાનાં વિદ્વત્તાપૂર્ણ લખાણથી ગૌરાંકિત કરનારા, ઉસવપ્રિય “સુરત શહેરમાં ગૃહચયને લાભ પ્રાપ્ત કરનારા જૈન કુટુંબમાં શ્રી. રસિકદાસ વરદાસનાં ધર્મપત્ની સુશીલ, સંસ્કારી અને સદગત ચંદાગૌરીબેનની કક્ષાએ તા. ૨૮-૭-૧૮૮૪માં અવતરેલા, હવે ટૂંક સમયમાં ૮૦મા વર્ષમાં મંગળમય પ્રવેશ કરનારા તેમ જ આ ઉમ્મર અને આંખની તકલીફ હોવા છતાં પરમપૂજ્ય. મુનિવર “સાહિત્યકારન” યશોવિજયજીની પ્રેરણાથી અમારી માલા માટે ગુજરાતી જૈન સાહિત્યનો ઈતિહાસ: રેખાદર્શન ” નામનું શ્રમના પુસ્તક તૈયાર કરવા કટિબદ્ધ થયેલા છે. કાપડિશને પરિચય ૫ ૩રમાં અમે નેધલી ચાર કૃતિઓમાં યૂનાધિક પ્રમાણમાં અપાય છે એને અમે પણ અત્ર કિચિત્ લાભ લઈએ છીએ. 1 સુરતની સરકારી શાળાઓમાં અભ્યાસ કરી સને ૧૯૧૦મે. મૅટ્રિક્યુલેશન અને સ્કૂલ ફાઇનલ એ બંને પરીક્ષામાં એકસાથે ઉત્તીર્ણ થનારા, મુંબઈની સુપ્રસિદ્ધ એલ્ફિન્સ્ટન કોલેજમાંથી સને ૧૮૧૪માં - ગણિત સાથે બી.એ. ઍનર્મની અને એ જ દુર્ગમ મનાતા વિષય સાથે સને
૧ એમના પિતા, પિતામહ ઈત્યાદિનાં નામ નીચે મુજબ છે –
દુલભદાસ, હરકિસનદાસ, ગુલાબચંદ, જવેરશ, કરતૂરસા અને લખમીશા
૨ એ પૂર્વે એમને મિડલ સ્કૂલ કોલરશિપ અને ત્યાર બાદ હાઈસ્કૂલ, ઑલરશિપ મળી હતી.
૩ આ લેજમાં ઇન્ટરમિટિના વર્ગમાં એમને શિષ્યવૃત્તિ અને. ગણિત અંગેનું “કામા પ્રાઇઝ’ મળ્યાં હતાં.