________________
સંગીત, નૃત્ય અને નાટ્ય શક્તિ સર્જન કરી જાણે છે એમ એ જ શક્તિ સંહાર પણ કરી શક્રે છે. દરેક વસ્તુની બંને બાજુઓ હેય છે. તેને સદુપયોગ પણ થાય અને દુરુપયોગ પણ થાય. માટે “નાટક' શબ્દ સાંભળી ભડકી જવું અને જાણે ધરતીકંપ થયાની લાગણી અનુભવવી એ અજ્ઞાનતા, ઓછી સમજણ, ટૂંકી દૃષ્ટિ, આવેશ અને ઉતાવળનું પરિણામ છે. ' શુદ્ધ સાધનો સદુપયોગ આપણે બધી બાબતમાં “જે” અને “તેના કાલ્પનિક ભયસ્થાનેથી ગભરાટ જ અનુભવ્યા કરીએ તે એ નરી ભીરુતા અને કાયરતા છે. સાચું એ છે કે સાચાં ભયસ્થાને સામે જાગ્રત રહીને અને કોઈનું પણ અહિત ન થાય તેનો ખ્યાલ રાખીને ધાર્મિક લાભ થાય તેવાં શુદ્ધ સાધતેને સુયોગ્ય રીતે ઉપયોગ કરીને એ નિર્દોષ અને નિર્ભય વસ્તુઓને લાભ ઉઠાવીએ તે કશું નુકસાન થવાનું નથી; ઊલટું ભાવિ પેઢીને ધર્મમાર્ગમાં ટકાવી રાખવાનું પુણ્ય હાંસલ થવાનું છે. જે ત્યાગ, વૈરાગ્ય અને ધર્મ ભાવનાના ઉત્તેજક નાટકે કે નૃત્ય હાનિકર્તા હોત તે શાસ્ત્રકારોએ એ કરવાનું કહ્યું ન હતા અને તે ભજવ્યાના દાખલાઓ નોંધાયા પણ ન હેત
અતમાં એક ખ્યાલ આપું કે ચૌદ પૂર્વરૂપ મહાશાસ્ત્રોના એક પૂર્વના અંશનું નામ જ નાટ્યામૃત છે જેમાં નાટકોની બાબતે સંધરાએલી છે. આ બાબત જ જૈન ધર્મમાં નાટકનું કેવું સ્વતંત્ર અને મહત્વપૂર્ણ સ્થાન છે તેને સંકેત કરી જાય છે.
* પ્રાસંગિક આટલું લખીને પ્રસકેપી સમયસર કરી આપનાર ધર્માત્મા શ્રીમતી બી જે. દલાલને ધન્યવાદ આપતે હું મારા બે બેલા
વિન ગોહિ રાણાના તા. ૧--૭૩ ૪૧, રિજરેડ, વાલકેશ્વર,
મુનિ યશોવિજય મુંબઇ,