________________
મારી સંગીતકલાકા: અમારા ગુરુજી એક ઉસ્તાદ હતા અને શિક્ષકના યથાર્થ અર્થમાં શિક્ષક હતા. તેઓ કોઈ પણ વિદ્યાથી કાચું હોય ત્યાં સુધી આગળ ન પાઠ આપે જ નહિ. સાચા શિષ્યહિતાથી નિઃસ્વાર્થ ગુરુને પિતાને વિવાથી કાચે રહે એ કેમ પાલવે પૂર્વશિક્ષિત અમારે સૌને ધીરજ રાખવાની હતી. અમારા સાથીદારોને અમારી હરોળમાં લાવવાના હતા. આથી અમને એક લાભ એ હતો કે અમારું લબ્ધ જ્ઞાન પરિપકવ થતું જતું હતું. છેવટે સૌ ભેગા થઈ ગયા.
૪૦થી ૫૦ રેગેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. અમારા ઉસ્તાદ બહુ ચરિ હતા, દિલચેર ન હતા, ઉદારમના હતા તેમજ ખૂબ જ ઉત્સાહી અને નિખાલસ હતા. દરેક વિદ્યાર્થીને તૈયાર કરવા તરફ સમાન ભાવ રાખતા હતા, પૂરા પરિશ્રમી હતા. એમાં જે વિંઘાર્થી : ઉત્સાહી, કહ્યામ અને સંગીત-વિજ્ઞાને કંઈક શોખીન-સંસ્કારી હોય તેના તરફ તેઓ વધુ ધ્યાન આપીને તે વિદ્યાર્થીને તૈયાર કરતા. કોઈને કોઈ શિષ્ય શ્રેષ્ઠ સંગીતકાર બને તેવી ભાવના ખૂબ જ રાખતા હતા. દરમહિને પરીક્ષાઓ પણ લેવાતી. આ વખતે સંચાલકે પણ હાજર રહેતા.
અને એમણે પ્રથમ વીશેક રાગનું નેટેશન શિખવાડ્યું. ત્યાર આદ તે રાગન ગીતે, શબ્દ કે ધાર્મિક પદે દ્વારા રાગેનું જ્ઞાન કરાવ્યું. સાત વર્ષોને અને નોટેશન સાથે ૪૦થી ૫૦ રાગના જ્ઞાન સુધી અમો પહેચી ગયા હતા. ગુરુજીએ જેને શાળામાં ૧૭ વિદ્યાર્થીઓને ત્રણ કક્ષામાં વિભક્ત કર્યા હતા. પ્રથમ કક્ષામાં ૪ વિદ્યાર્થીઓ, બીજીમાં ૬ વિદ્યાર્થીઓ અને ત્રીજી કક્ષામાં બાકીના ૭ હતા. પ્રથમ કક્ષામાં અમે ચાર હતા. અમે ચારેયના કંઠ, હલક અને જ્ઞાનમાં લગભગ એકતા હતી. એમ છતાં જ્યારે બધાય વિદ્યાર્થીઓ સમહરૂપ ગાતા ત્યારે કક્ષાના ભેદો વિલીન થઈ જતા હતા.