________________
સંગીત, નૃત્ય અને નાટ્ય
એમના સિવાય અર્વાચીન સમયમાં અન્ય કયા કયા જૈને નેધપાત્ર નાટક રચેલ છે તે જાણવું બાકી રહે છે. '
ગરબાઓ- આ પૂર્વે સ્થાનકવાસી સેનુજીના શિષ્ય ઉમેદચન્દ ભરફેસરને ગરબે તેમ જ મરુદેવીને ગરબા ૨૦ કડીમાં વિ સં. ૧૯૩૭માં રમે છે. વિશેષમાં ઉપયુક્ત નાટકે પૈકી દરેકના ખેલમાં એકેક ગરબો છે. મારે રચેલે ગરબે “બીજી કિરણુવલી” (પૃ. ૪૫)માં છપાયા છે.
ગરબી– ઉપર્યુક્ત ઉમેદયદે નેમનાથની ગરબી ૧૮ કડીમાં વિ. સં. ૧૮૩૭માં રચી છે.
નૃત્યના પ્રકારે– “નૃત્યકળા' કંઈ આજકાલની નથી. આ દુનિયાની ઉત્પત્તિને જે સમય એ વિષયના આધુનિક વિદાને માને છે તેટલી પ્રાચીન નત્યકળા હશે કે કેમ એ પ્રશ્ન બાજુએ રાખી એટલું તે જરૂર સૂચવીશ કે અભિનયના પ્રાદુર્ભાવનું વિકસિત સ્વરૂપ તે નૃત્યકળાની પ્રારંભિક દશા છે. જે આ કથન સાચું હોય તે એ ઉમેરીશ કે લોકોમાં પણ નૃત્યકળા સંભવે છે. આ ઉદ્દઘાતમાં નૃત્યકળાના ઇતિહાસને સ્થાન નથી. આથી અહીં તો મૃત્યકળાના કેટલાક પ્રકારે જે મેં મારા વ્યાખ્યાનમાં દર્શાવ્યા છે તેની સંક્ષિપ્ત નધિ લઉં છું. અને આજે એમાંથી જે એ જ સ્વરૂપે કે થોડાક પરિવર્તનપૂર્વક ચાલુ છે કે કેમ એ પ્રશ્ન એના વિશેષજ્ઞોને ભળાવું છું.
નાલિકાગલક નૃત્ય, “સરસવ-સૂચી” નૃત્ય, લાસ્ય નૃત્ય, શસ્ત્રાદિના અગ્ર ભાગ ઉપરનાં નૃત્ય, દીપક નૃત્ય, “મુસળ નૃત્ય અને વહવાદીનું નૃત્ય,
૧ આ ગરબો “ઉમેદચન્દજીકૃત કાવ્યસંગ્રહમાં વિ. સં. ૧૯૪૧માં છપાય છે.
૧ આ બધા ગરબાઓ કોઇ સ્થળેથી એક પુસ્તકરૂપ છપાયા છે ખરા?
---
-------
--
--