________________
જેન ઉરહે અને પ્રત્યે અષભદેવે નાટ્યશાસ્ત્ર અને ગન્ધર્વશારા કરેલું નિરૂપણ દિ. જિનસેનકૃત આદિપરાણ ( પવે ૧૬, . ૧૧૮-૧ર૦)માં કહ્યું છે કે હું જૈનોના આદ્ય તીર્થંકર ) સષભદેવે પિતાના પુત્ર ભરતને માટે અર્થશાસ્ત્ર તેમ જ સંસહ (પ્રકરણ) સહિત ભારત (નાટ્યશાસ) અત્યન્ત વિસ્તૃત અધ્યાયોથી સ્પષ્ટ કરી કહ્યાં. એ તીર્થંકરે પિતાના અન્ય પુત્ર વૃષભસેનને માટે ગીત અને વાઘના અર્થના સંગ્રહરૂપ અને સે કરતાં અધિક અધ્યાયવાળા ગન્ધર્વશાસ્ત્રનું વ્યાખ્યાન કર્યું. આમ જે નાટ્યશાસ્ત્ર અને ધર્વ શાસ્ત્રની પ્રરૂપણું કરાઈ તે તે સમયે ગ્રન્થરૂપે સચવાઈ રહી હશે પણ આજે એ વાતને અબજો વર્ષ થયાં હેવાથી એ શાસ્ત્રો મૂળ સ્વરૂપે મોજુદ નથી.
સપાહુડને ઉછેદ – મહાવીરસ્વામીના સમયમાં સંગીતશાસ્ત્રને અંગે સસ્પાહઠ જેવી જે પાઈય કે સંસ્કૃતમાં કૃતિઓ રચાઈ હશે તે પણ ઉપલબ્ધ નથી. આજે તે આ વિષયની જૈન કુતિઓ ગણીગાંઠી મળે છે. જેમકે સંગીતસમયસાર, સંગીતપનિષત્સાહાર અને સંગીતમંડન. .
૧. The Music of India” (પૃ. ૧૧-૧૨)માં એના લેખક એચ. એ. પિપ્લીએ તિવાકરમ Tivakaran)ને જેન કેશ તરીકે ઓળખાવી એમાં દ્રાવિડ સંગીતનો પરિચય અપાયાને ઉલ્લેખ કર્યો છે. એમના કથન મુજબ આ કેસમાં વિવિધ બાબત છે. જેમકે રાગના પણ (Pan) અને તિરમ (Tiram) એ બે પ્રકારે, ૧ર માત્રા (થતિ), સાત રવાના તામિલ અને સંસ્કૃત નામે, પાલઈ' (Palai) તરીકે ઓળખાવાતા સાત દ્રાવિડ modes, યાળુના ચાર પ્રકાર અને ૫ણના ૯ પ્રકારે
1. ૨ આ કૃતિ “ત્રિવેન્દ્રમ સંસ્કૃત ગ્રન્થમાલા”માં છપાઈ છે અને એનું અપર નામ “સંગીતસારસંગ્રહ' છે. જુઓ જિ૦ ૨૦ કે. (વિ. ૧, પૃ. ૪૦)
૩ આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૮૬, ટિ. . . .