________________
જૈન ઉલે છે અને ગ્રન્થ ૫૫ ૧૦૮ દેવકુમારનું વર્ણન – એના બે જમણા હાથમાંથી સરખાં આકાર, વર્ણન, વય, લાવણ્ય, રૂપ અને યૌવનવાળા, ગુણશાળી, સમાન આભૂષણ અને વસ્ત્ર તેમ જ નાટકને ઉપકરણોથી સજ્જ, ખભાની (૧) બંને બાજુમાં ઉતરીય વસ્ત્રથી યુક્ત, વિચિત્ર વર્ણવાળા પટ્ટરૂપ પરિકરથી વિભૂષિત, સફેનકાવર્તમાં સંગત થાય એવા છેડાવાળા તેમ જ રંગબેરંગી અને દેદીપ્યમાન એવા નાટકીય પરિધાન પહેરેલા, કંઠમાં પહેરેલી એકાવલીથી શેભતા વક્ષસ્થળવાળા, પૂરેપૂરાં આભૂષણેથી અલંકૃત અને નૃત્ય માટે તૈયાર એવા ૧૦૮ દેવકુમારે નીકળ્યા.
૧૦૮ દેવકુમારીનું વર્ણન – ત્યાર બાદ સૂર્યોભ દેવે જમણા હાથની જેમ આભૂષણોથી અલંકૃત તેમ જ પુષ્ટ અને લાંબે ડાબે હાથ પસાર્યો. તેમ થતાં ઉપર મુજબ સરખા આકારથી માંડીને ઉત્તરીયથી યુક્ત, તિલક, મુગટ અને રૈવેયકથી અલંકૃત, કંચુકવાળી, વિવિધ આભૂષણોથી સુશોભિત અંગપ્રત્યંગવાળી, ચન્દ્રના જેવા વદનવાળી, અર્ધ ચક્રના જેવા લલાટવાળી, ઉલ્કા જેવા ઉદ્યતવાળી, સુંદર આકાર, શૃંગાર અને વૈષવાળી, હસ અને બેલવે કુશળ, સમુચિત આચરણવાળી,
ગ્ય વિલાસવાળી તેમ જ નૃત્ય માટે તૈયાર એવી ૧૦૮ દેવકુમારીઓ નીકળી.
વાદ્યાદિનું સર્જન – ત્યાર પછી સુર્યામ દેવે શંખ, શૃંગ ઇત્યાદિ ૪૯ જાતનાં એક સો ને આઠ (૧૦૮) વાદ્ય સર્યા અને સાથે સાથે એ પ્રત્યેક જાતના વાદ્યને માટે એક સે ને આઠ આઠ વગાડનાર સર્યા.
પછી એ દેવે પિતાના બે હાથમાંથી અનુક્રમે સર્જેલાં દેવકુમાર અને દેવકુમારીઓને બોલાવી કહ્યું કે તમે મહાવીર સ્વામી પાસે જઈ તેમને
૧ જે આવર્તનમાં અર્થાત ચક્કર ચક્કર ફરતી વેળા વસ્ત્રના છેડા ફેણ જેવા ઊંચા થાય તે આવર્તનને “સફેનકાવર્તન કહે છે.-મહાય,
૨ શંગાર રસના ગૃહરૂપ એમ પણ અર્થ થઈ શકે છે.