________________
જૈન ઉલેખે અને ગ્રન્થો
૫૩
નાટય, નૃત્ય અને લાયમાં જે નીચે મુજબ વિશેષતાઓ દર્શાવી છે તે અહીં જતી કરાઈ છે –
મૃત, લાસ્ય ઇત્યાદિમાં તફાવત – વિવાહ, અભ્યદય વગેરેના પ્રસંગે જે અંગના વિક્ષેપ પૂરતું જ કૃત્ય કરાય તે “” છે. લલિત કરણ, સંગહાર અને અભિનયથી યુક્ત, કૌશિકી વૃત્તિની મુખ્યતાવાળું, ડાં(3)બિલિકા વગેરેથી નિબદ્ધ અને વાસકસજજ વગેરે નાયિકાએ કરેલું નત્ય શ્વિર્યાને લઇને લાસ્ય' કહેવાય છે. સર્વ રસવાળું, પાંચ સંધિ અને ચાર વૃત્તિથી યુક્ત અને દસ રૂપકરૂપ આશ્રયવાળું એવું નટનું કાર્ય તે “વૃત્ત છે. ઉદ્દવૃત્ત કરણ અને અંગહારનું બનેલું, “આરભટિ વૃત્તિની પ્રધાનતાવાળું તેમ જ ગીત તથા કાસારિત ઇત્યાદિને વિષે તંદુએ રચેલું કૃત્ય તે “તાંડવ” છે.
નુત્ય સંબંધી પાઇય શબ્દ – પાઈયમાં નાચવું એ અથવાળા બે ધાતુ છેઃ નચ્ચ અને નટ. તેમાં ૩ણાવલી (૧, ૮)માં નૃત્ય માટે નચ્ચ' શબ્દ વપરાય છે. વવહાર (ઉ. ૬)માં નૃત્ય કરનાર યાને નટ માટે “નઅગ' શબ્દ છે. નાચનારી સ્ત્રી માટે તે “નગ્રણી' શબ્દ કુમારવાલચરિય, કપૂરમંજરી અને સુપાસનાહચરિય (પૃ. ૧૯૯)માં છે. નૃત્ય, ગીત અને વાદ્યને સમૂહ એ અર્થવાળે “નદ' શબ્દ નાયા. (૨, ૩)માં તેમ જ સમવાય (સમ, ૮૩માં છે. આવસ્મયની યુણિમાં નાટચસ્વામી યાને “વધાર’ એ અર્થમાં “નટ્ટપાલ” શબ્દ વપરાય છે. માલવિકાગ્નિમિત્ર (અંક ૪)માં સત્રધાર માટે નટ્ટારિય’ શબ્દ છે. ટ્ટને અર્થ “નૃત્ય” પણ થાય છે એમ સંબંધ (૨, ૮ ; કપૂરમંજરી વગેરે જોતાં જણાય છે.
| નાટ્યના ચાર પ્રકારે – ઠાણ (ઠા. ૪, ઉ.૪, સુત્ત ૩૭૪)માં ન (નાટ્ય)ના ચાર પ્રકાર તરીકે અંચિય (અંચિત), રિભિય (રિભિત),