________________
જૈન ઉલેખે અને ગ્ર
૫૧
મૃદંગ વગાડયાં. કેટલીકે આકાશમાં તેમ જ પૃથ્વી ઉપર ગતિ કરતી હોય તેમ અને વિચિત્ર કરણપૂર્વક નવનવા દષ્ટિભેદ સહિત નૃત્ય કર્યું. દઢ અંગહારના અભિનય કરવાથી સત્વર તૂટી ગયેલી કંચુકીવાળી કોઈકે ઢીલા થયેલા આંબેડાને બાંધતી વેળા હાથનું મૂળ દર્શાવ્યું. દંડ અને ચરણના અભિનય બતાવવાના બહાના હેઠળ કેકે જાંઘનું મૂળ બતાવ્યું. ઢીલા થયેલા ચણિયાની ગાંડને દઢ કરવાના બહાનાથી . વાવના જેવા નાભિમંડળને કેઈકે બતાવ્યું. “ગજદન્ત' (નામના ) અભિનયને વારંવાર બતાવવાના બહાને કેઈકે આલિંગનની સંજ્ઞા દર્શાવી...આ પ્રમાણેનાં દેવાંગાએ નાનાં ગીત, વાદ્ય અને નૃત્ય તથા અગિક વિકાર વડે તેમ જ ખુશામતનાં વચને વડે પણ જગરુ (મહાવીરસ્વામી) ક્ષોભ પામ્યા નહિ.
ગુણચન્દ્ર વિ. સં. ૧૧૪૧માં રચેલા મહાવીરચરિય (પત્ર ૨૨૯)માં આ દેવાંગનાઓને વિવિધ સ્વરના મંડળના શ્રેષ્ઠ ગીતમાં કુશળ, કરણના વિસ્તારથી મનહર નાટયવિધિમાં વિચક્ષણ અને વીણા, વાંસળી વગેરે વાઘથી યુક્ત કહી છે.
ગાનની આસક્તિ – ત્રિષષ્ટિ, (૫ ૪, સ. ૧, . ૮૬૮-૮૭૨)માં મહાવીર સ્વામીને મુખ્ય ૨૭ ભવો પૈકી ત્રિપૃષ્ઠ વાસુદેવ તરીકે એમને ભવ વર્ણવતાં કહ્યું છે કે એમાં રતિસાગરમાં મગ્ન રહેતા હતા. એવામાં એક વેળા કિનારે કરતાં ચડી જાય એવા કેટલાક ગવૈયાઓ આવ્યા. અતિશય મધુર અને વિવિધ રાગોથી મનહર એવા ગાન વડે એમણે એ વાસુદેવનું ચિત્ત ચેરી લીધું. એઓ એ ગવૈયાઓને એમના ગીતના ગુણને લઇને સદા પાસે રાખતા. એક વેળા રાત્રે એમની શયામાં બેસીને એ ગવૈયાઓએ ઊંચે સ્વરે ગાવા માંડયું. તે વેળા શવ્યાપાલકને એ ત્રિપૃષ્ઠ કહ્યું કે અમને