________________
જૈન ઉલેખે અને ગ્રન્થો
૨૧
નાક, કંઠ, છાતી, તાળવું, જીભ અને દાંત એ છને આશ્રીને ઉપ થત હેવાથી “પ' કહેવાય છે. નાભિમાંથી ઉત્પન્ન થયેલો વાયુ કંઠ અને મરતક સાથે અથડાઈ બળદ જે અવાજ કરે છે માટે એ “બાષભ' કહેવાય છે. જેમાં ગબ્ધ હોય તે “ગધાર” કહેવાય છે. ગધાર તે જ “ગાધાર” છે. નાભિમાંથી ઉત્પન્ન થયેલ અને કંઠ તેમ જ મસ્તક સાથે અથડાયેલો વાયુ વિવિધ ગન્ધનું વહન કરે છે અને પવિત્ર છે વાતે એને “ગાન્ધાર કહે છે. શરીરના મધ્યમાંથી ઉદભવતે હેવાથી મધ્યમ છે. નાભિમાંથી ઉત્પન્ન થઈ તથા છાતી અને હૃદય સાથે અથડાઈ નાભિને પામેલે મહાનાદ મધ્યમતાને વરે છે. પજ વગેરે પાંચ સ્વરના નિદેશના કમને પૂરનારો (પાંચ) હેવાથી “પંચમ કહેવાય છે અથવા નાભિ વગેરે પાંચ સ્થાનમાં સમાતે હેવાથી પંચમ' કહેવાય છે. કહ્યું છે કે નાભિમાંથી ઉત્પન્ન થયેલ તેમ જ છાતી, હૃદય. કંઠ અને મસ્તક સાથે અથડાયેલે વાયુ પચિ સ્થાનમાંથી ઊડેલે હેઈ પંચમ કહેવાય છે. પહેલા ઊઠેલા સ્વરેનું અનુસંધાન કરતે હેવાથી દૈવત' કહેવાય છે. જેમાં સ્વરે બેસી જાય છે-જે સર્વ સ્વરને પરાભવ કરે છે તે નિષાદ છે અને એને દેવતા આદિત્ય છે.
સ્વરની સદશતા–ષજ વગેરે સ્વરે નાક, કંઠ ઇત્યાદિમાંથી ઉત્પન્ન થાય છે. એવા જૂજ વગેરેના વ્યુત્પત્યર્થ મૃદંગ વગેરેમાં ઘટતાં નથી તેમ છતાં સદશતાને લઈને અર્થાત્ મૃદંગાદિમાંથી પણ એવા જ સ્વર નીકળતા હોવાથી એ સમજી લેવા. (અહે).
સ્થાનનું લક્ષણ નાભિમાંથી ઉત્પન્ન થયેલો સ્વર પરિવર્તિત " થયા વિના જે પ્રદેશને આગથી (ઇરાદાપૂર્વક) કે અનાભોગે
૧. રેવતને વ્યુત્પત્યર્થ અહીં તેમ જ અહેમાં પણ અપાયે નથી,