________________
સંગીત, નૃત્ય અને નાટય
વિશ્વશાંતિ-આરાધના-સત્ર વિ. સં. ૨૦૧૮માં અષ્ટ પ્રહની યુતિના ભયનું હવામાન ઊભું થયું હતું ત્યારે મુંબઈની પ્રજામાં શ્રદ્ધા અને શાંતિ ટકાવી રાખવા અને આ નિમિત્ત પણ પ્રજામાં વિશાળ આરાધના થતી હોય તે ખેટું નથી એમ માની એમણે પિતાના ગુરુવર્યના વ્યાપક સહકારથી “વિશ્વતિ-આરાધનાસત્રનું મમ્માદેવીના મેદાનમાં વિશાળ પાયા ઉપર આજન કર્યું હતું. આમ એમણે હજાર માણસને તપ-જપ અને ભક્તિના કાર્યમાં જોડી દીધા હતા. નવ ગ્રહ અને પંચ પરમેષ્ઠીઓની મૂર્તિઓ અને ૧૦મી સદીથી લઇને ૧૯મી સદી સુધીની હસ્તપ્રતિ–ચિત્ર વગેરેનું ભવ્ય પ્રદર્શન એમાં ગોઠવ્યું હતું. નવ દિવસ વિશિષ્ટ ઉજવણ થઈ હતી. સમગ્ર મુંબઈ શહેરને હેલિકોપ્ટર દ્વારા શાતિજની ધારા કરવામાં આવી હતી. એક ચિરસ્મરણીય યાદ મૂકી જાય તેવો ઉત્સવ ઉજવાયો હતો.
રાષ્ટ્રને સહાય જૈન શાસનની પ્રભાવના, જૈન સંઘના ઉત્કર્ષ તેમ જ જૈન ધર્મના પ્રચાર માટે મુનિશ્રી સતત ચિંતનશીલ રહે છે, પ્રકૃતિ સ્વસ્થ ન છતાં એ દિશામાં પ્રયત્નશીલ છે. તેથી એઓ યોગ્ય તકે મળતાં યથાશક્તિ પુરુષાર્થ પણ કરતા જ રહે છે.
આ પણ દેશને યુદ્ધના સમયમાં વિ. સં. ૨૦૨૨માં સુવર્ણની જરૂર પડી અને સુવર્ણ માટે દેશને મદદરૂપ થવા મહાસભાના મહામંત્રીએ મુનિશ્રીની રૂબરૂ આવી તે વખતના માનનીય મહામાત્ય શ્રી. લાલબહાદુર શાસ્ત્રીજીના આદેશને જણાવ્યું ત્યારે તે આદેશને માન આપીને એમણે રાષ્ટ્રીય જૈન સહકાર સમિતિ સ્થાપી અને એના ઉપક્રમે જૈન સમાજ દ્વારા સત્તરેક લાખની કિંમતનું સુવર્ણ “ગોલ્ડ બેન્ડમાં અપાવ્યું.