________________
~: છ લેસ્યાવાળા જીવના લક્ષણો (ગોમટ્ટસારગાથા-૫૦૯ થી ૫૧૮) :— —: કૃષ્ણ લેશ્યા :—
चण्डो न मुश्चति वैरं भण्डलशीलश्च धर्मदयारहित: । दुष्टो न चैति वशं लक्षणमेतत्तु कृष्णस्य ॥
તીવ્ર ક્રોધ કરવાવાળો, વેરભાવને છોડે નહીં. લકડણા સ્વભાવવાળો, ધર્મ અને ધ્યાથી રહિત, અવશ એટલે સ્વચ્છંદી આ સૌ કૃષ્ણલેશ્યાવાળા જીવનાં લક્ષણ જાણવાં.
—: નીલલેશ્યા :
मन्द बुद्धिविहीन निर्विज्ञानी च विषयलोलश्च । मानी मायी च तथा आलस्यश्चैव भेद्यश्च । निंद्रा वञ्चन बहुलो धनधान्ये भवति तीव्रसंज्ञश्च । लक्षणमतेद् भणितं समासतो नीललेश्यश्च ॥
મંદ, (not smart) બુદ્ધિહીન, ઉડી સમજ વગરનો, વિષય લંપટ (ગૃદ્ધિવાળો) અભિમાની, માયાવી, આળસુ, મેઢો, નિદ્રાળુ (ઉઘણસી) બીજાને ઢગવાના સ્વભાવવાળો, ધન-ધાન્યાદિ પરિગ્રહમાં તીવ્ર આસક્તિવાળો, આ બધાં સંક્ષેપમાં નીલ લેશ્યાવાળા જીવનાં લક્ષણ જાણવાં.
~: કાપોત લેશ્યા :रुष्यति निन्दति अन्यं दुष्यति बहुशश्च शोकभय al: । असूयति पराभवति परं प्रशंसति आत्मानं बहुष : ॥ नच प्रत्येति परं स आत्मानमिव परमपि मन्यमान: । तुष्यति अभिष्टवतो न च जानाति हानिवृद्धिर्वा ॥ मरणं प्रार्थयति रणे ददाति सुबहुकमपि स्तुयमानस्तु । न गणयति कार्याकार्यं लक्षणमेतत्तु कापोतस्य ॥
બીજા તરફ રોષ કરનાર, તેમની નિંદા કરનાર, બીજાના ઉપર દોષનું આરોપણ કરનાર, અધિકતર શોકાતુર અને ભયગ્રસ્ત રહેનાર, બીજાના ઐશ્વર્યને સહન ન કરી શકે એવા (અદેખસકા) સ્વભાવવાળો, બીજાનો પરાભવ કરનાર, તેને ઉતારી પાડનાર, પોતાના ખુબ વખાણ કરનાર, કોઈના પર વિશ્વાસ ન કરનાર, પોતાની માફ્ક બધા જીવોને દૂષણવાળા માનનાર, પોતાના વખાણ કરનાર પર ખુશ થઈ પોતાની હાની-વૃદ્ધિ (લાભ-નુકસાન) જોયા વગર કામ કરી બેસનાર, સંગ્રામમાં પોતાનું મરણ (માનાદિના કારણે) પણ ઈચ્છનાર, પોતાના વખાણ કરનારને બહુ ધનાદિ આપી દેનાર અને શું કાર્ય કરવા જોગ છે અને શું કરવા જોગ નથી તેનો જેને વિવેક નથી એવાં લક્ષણવાળો જીવ કાપોત લેશ્યાવાળો જાણવો.
~: પીત (તેજો) લેશ્યા :——
जाणइ कजाकज्जं सेयमसेयं च सव्वसमपासी । ददाणरदो यमिदु लकखणमेयं तु तेउस्स ॥
કાર્ય-અકાર્ય, સેવ્ય-અસેવ્યને સમજવાવાળો સર્વઠેકાણે સમભાવપૂર્વક રહેવાવાળો, દયા-દાનમાં રત, કોમળ સ્વભાવવાળો આ લક્ષણો તેજો (પીત) લેશ્યાવાળા જીવનાં જાણવાં.
~: પદ્મલેશયા :
त्यागी भद्र : सुकर : उद्युक्तकर्मा च क्षमेत बहुकमपि । 'साधुगुरुपूजनरतो लक्षणमेतत्तु पद्यस्य ॥
ત્યાગી, બદ્રપરિણામી, નિર્મળ તેમજ સરળ હૃદયવાળો, પોતાનું શ્રેય સાધવામાં ઉદ્યમી, સર્વપ્રકારે સહનશીલ, ક્ષમાવાન સ્વભાવવાળો, સાધુ તેમજ ગુરૂજનની સેવામાં અનુરક્ત આ લક્ષણો પદ્મલેશ્યાવાળા જીવનાં જાણવા.
- ૮૧ -