________________
-
—: ગોમટ્ટસારમાં લેશ્યાનું સ્વરૂપ દ્રષ્ટાંતપૂર્વક पहिया जे छ पुरिसा, परिभट्ठारणमज्झदेसम्हि । फलभरियरुकरवमेगं, पेक्रिवता ते विचिंतति ॥
मूलखंधसाहुवसाहं, छित्तुं चिणितुं पडिदाइ। खाउ फलाइ इदि जं, मणेण वयणं हवे कम्मे ॥
કૃષ્ણાદિ પ્રત્યેક છ લેશ્યાવાળા પુરુષો માર્ગથી ભ્રષ્ટ થતાં વનમાં ફળોથી ભરેલા. એક જાંબુના ઝાડને દેખીને વિચાર કરે છે :
કૃષ્ણ લેશ્યાવાળો ઝાડને મૂળથી ઉખેડી ફળ ખાવાનો, નીલ લેશ્યાવાળો મોટી ડાળને કાપીને ફળ ખાવાનો, કાપોત લેશ્યાવાળો ફળોના ઝુમખાઓથી ભરેલ નાની ડાળને કાપીને ફળ ખાવાનો, પીત લેશ્યાવાળો ફળોનાં એક બે ઝુમખાં જેમાં કાચાપાકા ફળો બેઠેલા છે તેને જ તોડીને તેમાંથી ફળ ખાવાનો, પદ્મલેશ્યાવાળો જે તે ઝુમખામાંથી પાકાં પાકાં જોઈતાં ફ્લો ચૂંટીને ખાવાનો. જયારે શુકલલેશ્યાવાળો પાકીને સ્વયં ભૂમિપર પડેલાં ફ્લોને સાફ કરીને ખાવાનો મનસુબો મન-વચન અને કાયાથી કરે છે.
જીવની જે પ્રકારે ગતિ થવાની હોય તે પ્રકારની ચેષ્ટા જીવને હોય છે.
જીવને લેશ્યાની વિશુદ્ધિ અધ્યવસાન-ધર્મચિંતનથી થાય છે. મંદૂકષાયવાળા જીવોને વિશુદ્ધિ હોય છે. કષાયોની મંદતા સમસ્ત બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરનારને થાય છે. કષાયની તીવ્રતાવાળો જીવ જ સર્વ પાપરૂપ પરિગ્રહને ગ્રહણ કરે છે. જેમ અગ્નિ ઇંધન વડે વધે છે અને ઈંધન વગર બુઝાઈ જાય છે તેમ કષાયો પરિગ્રહવડે વધે છે અને તેના વગર શાંત થાય છે. - ભગવતી આરાધના ગાથા ૧૯૧૭–૨૦
ઉપર ઉપરના દેવોમાં પરિગ્રહ ઓછો હોય છે. અને પુણ્યાતિશય વધુ વધુ હોય છે. તેથી માલુમ પડે છે કે બાહ્ય પરિગ્રહનો સંચય પુણ્યનું ફળ નથી પણ મુર્ધ્યાનું ફળ છે. (એટલે કે મુર્છા સહિત જીવ વધુને વધુ પરિગ્રહમાં પ્રયત્નશીલ રહે છે અને તેને માટે આરંભ-સમારંભમાં પાછું વાળી જોતો નથી). ઉપર ઉપરના દેવોમાં મુર્છા ઓછી હોય છે જે તેમના પૂર્વભવના સંસ્કારનું ફળ છે અને તેથી પરિગ્રહ પણ ઓછો હોય છે. સર્વાર્થસિદ્ધિ પાન-૨૫ર.
સર્વાર્થસિદ્ધિના દેવોને લગભગ કંઈજ પરિગ્રહ નથી. બધા બાળ બ્રહ્મચારી હોય છે. ત્યાં કોઈ દેવી નથી તેમજ બીજા દેવલોકમાંથી પણ કોઈ દેવી ત્યાં જઈ શકતી નથી. કોઈ નોકર-ચાકર નથી. છતાં ઉત્કૃષ્ટ સુખને ભોગવે છે તેનું કારણ સમ્યગ્દર્શન અને શુકલલેશ્યા. સમ્યગ્દર્શન સહિત શુક્લલેશ્યાવાળો જીવ જ સમાધિમરણ કરી સર્વાર્થસિદ્ધિનામના સર્વશ્રેષ્ઠ વિમાનમાં ઉપજે છે. તે વિમાનનું સ્થાન પણ સિદ્ધશીલાથી નીચે પ્રથમ
છે.
ચક્રવર્તીની બે જ ગતિ હોય છે. સર્વ પરિગ્રહનો ત્યાગ કરી જિનદીક્ષા ગ્રહણ કરે તો ક્ષપકશ્રેણી માંડી મોક્ષ જાય અગર તો કંઈક કર્યો રહી જાય તો બનતાસુધી સર્વાર્થસિદ્ધિ અગર પાંચ અનુત્તર વિમાનમાંથી કોઈ એકમાં ઉપજે અને ત્યાંથી ચ્યવી મનુષ્યભવ ધારણ કરી ફરી જિનદીક્ષા ધારણ કરી નિયમથી મોક્ષે
જય.
જ્યારે આરંભ પરિગ્રહમાં જીવનના અંતસુધી રચ્યાપચ્યા રહે તો મરીને સાતમી નરકે જાય. આ ઉદાહરણ ઉત્કૃષ્ટ ઉત્તર-દક્ષિણ દિશાની જેમ છે. દરેક લેશ્યાની તારતમ્યતા અસંખ્ય પ્રકારની છે. તેને યોગ્ય આવતા ભવની ગતિમાં પણ (ચૌરાશી લાખ હોવા છતાં) તારતમ્યતાની અપેક્ષાએ દરેકના અસંખ્ય પ્રકાર છે. જેને પોતાનું હિત હૈયે વસ્યું છે તેણે પોતાની લેશ્યા સુધારવાનો રાતદિન પ્રયાસ કરવો.
- ૮૦ -