________________
૮. સુદાક્ષિણ્યતા : સૌનું ભલું કરનાર બૌધિક વિવેક. ૧૯. લજજા : ' : લોકવિરૂદ્ધ નિંદીત કાર્યોનો ત્યાગ, આબરૂમાં વધારો. ૧૦. થાળતા ; દુ:ખીજીવોને જોઈ હૃદયનું કંપાયમાન થવું. ૧૧. ગુણાનુરાગી : ગુણ અને ગુણીજનો તરફ પક્ષપાત. ૧૨. સત્યથા : વિનયયુક્ત ધર્મયુક્ત કથા કરનાર તથા સાંભળનાર. ૧૩. સુપાતા : ન્યાયપ્રિયતા તેમજ ધમકુટુંબ. . ૧૪. દીર્ધદ્રષ્ટી : પ્રેયનો ત્યાગ – શ્રેયનું ગ્રહણ. ૧૫. દાની
' : ઉદાર-વિશાળ હૃદય. ૧૬. વિનય
ધર્મનું મૂળ વિનય, અત્યંત નમ્ર સ્વભાવ. ૧૭. પરઉપકારીતા : બીજાના શ્રેયમાં રાજી અને શક્તિ પ્રમાણે યોગદાન. ૧૮. કૃતજ્ઞતા
કરેલા ઉપકારને કદાપિ ભૂલે નહીં ૧૯. વૃધ્ધાનુગામી : જ્ઞાનવૃદ્ધ પુરુષોનો અનુગામી-અનુકૂળ વર્તન કરનાર.
" ૨૦. વિશેષજ્ઞાની : સુક્ષ્મજ્ઞાનનો નિરંતર અભ્યાસ. ૨૧. લબ્ધલક્ષિતા : ધ્યેયની સિદ્ધિનું સતત ધ્યાન, શ્રેય પ્રાપ્તિનું ધ્યેય તેમજ જાણપણું.
___ लोकापवादभीरुत्वं दीनाभ्युद्धरणादरः।
- તાતા સુતાક્ષuથે સવાર: પ્રવર્તિત: | લોકોના અપવાદથી ભય રાખવો, દીનજનોના ઉદ્ધારમાં આદર રાખવો, કરેલા ઉપકારને ભૂલવો નહીં અને દાક્ષિણ્યતા આ ચારને સદાચાર કહેવામાં આવેલ છે.
‘તે પુરૂષ જાણ સુમાર્ગશાળી, પાપ ઉપરમ જેહને સમભાવ જ્યાં સૌ ધાર્મિક, ગુણસમુહ સેવન જેહને' – પ્રવચન સાર ગાથા-૨૫૯. सर्वत्र निंदा सन्त्यागी, वर्णवादस्तु साधुषु ।
आपदि अदैन्यमत्यन्तं तत्सम्पदि नम्रता ।। સર્વ ઠેકાણે નિંદાનો સર્વથા ત્યાગ, સપુરુષોની પ્રશંસા, અત્યંત આપત્તિમાં પણ અદીનપણું અને સંપત્તિમાં નમ્રતા એ સદાચારનાં ચાર લક્ષણો જાણવાં.
प्रस्तावे मितभाषित्वमविसंवादनं तथा।
प्रतिपन्न क्रिया चेति, कुलधर्मानुपालनम् ।। પ્રસંગ પુરતું થોડું બોલવું, કોઈની સાથે વિરોધમાં પડવું નહીં, ધમનુષ્ટાન-ક્રિયા અંગીકાર કરવી અને કુલધર્મનું પાલન કરવું.
विपद्युच्चे: स्थेयं पदमनुविधेयं च महतां प्रिया न्याया वृत्तिर्मलिनमसुभगेप्यसुकरम् । असन्तो नाभ्यर्थ्याः सुहृदपि न याच्यः कृशधनः
सतां केनोदिष्टं विषमसिधारा व्रतमिदम् ।। આપત્તિકાળમાં પણ પોતાના સ્થાન-માન મર્યાદામાં સ્થિર રહેવું, મહાપુરુષોના પગલે ચાલવું ન્યાયવૃત્તિમાં પ્રીતિયુક્ત રહેવું, પ્રાણનો નાશ થતાં પણ દુષ્કૃત સેવન ન કરવું, દુર્જન પાસે કોઈ પ્રાર્થના ન કરવી, નિર્ધનતામાં પણ મિત્રની પાસે ધનની યાચના ન કરવી, આવું વિષમ અને તલવારની ધાર પર ચાલવા જેવું વ્રત પુરુષોને કોણે બતાવ્યું હશે?
- ૨૪ -