________________
– ધર્મધ્યાનનાં આલંબન :- आलंबणं च वायणं पुच्छणं परिवडणाणुपेहाओ।
धम्मस्स तेण अविरुद्धाओ सव्वाणुपेहाओ॥ વાંચન, પૂછવું, પરિવર્તન (ફરી ફરી યાદ કરી જવું), અનુપ્રેક્ષણ (અર્થોનો તેના ઉડાણ અને રહસ્યોનો એકાગ્રતાપૂર્વક બારીકાઈથી વિચાર કરવો અને તેને પોષણ રૂપ બાર ભાવનાઓ એ ઘર્મધ્યાનનાં આલંબન છે.
- -: ધર્મધ્યાનના ૪ પ્રકાર :– ૧. આશાવિય ધર્મધ્યાન, ૨. અપાયરિચય ધર્મધ્યાન, ૩. વિપાકવિચય ધર્મધ્યાન અને ૪. સંસ્થાન વિચય ધર્મધ્યાન
– ધર્મધ્યાનની ૪ અનુપ્રેક્ષાઓ:૧. એકત્વ અનુપ્રેક્ષા, ૨. અનિત્ય અનુપ્રેક્ષા, ૩. અશરણ અનુપ્રેક્ષા અને ૪. સંસાર અનુપ્રેક્ષા.
- -: શુકલધ્યાનની ૪ અનપેક્ષાઓ:– ૧. અનંતવર્તિત અનુ: અનંત-પદાર્થ, ભવભ્રમણ, કાળ, લોકાદિનું ચિંતવન (અનંત પદાર્થ, અનંત ભ વભ્રમણ, અનંતકાળ અને અનંતલોક.) ૨. સિનિ નક્ષ: સમયે સમયે પદાર્થોની પરિણમનશીલતા, પલટન પર ચિંતવન. ' ૩. ગામ મનોકા: બાહ્ય સંયોગોમાં અશુભ, અકલ્યાણ સ્વરૂપનું ચિંતવન. ૪. પાથ મા : બંધના હેતુ આશ્રવાદિના કટુરિપાક પર ચિંતવન.
– આસન્ન ભવ્યજીવનનાં લક્ષણો :– संसारचारए चारएव्व आधीलियस्स बंधेहि।
उव्विग्गो जस्स मणो सो किर आसन्नसिद्धि परो॥ કારાગૃહ જેવા આ ચારગતિવાળા સંસાર પરિભ્રમણથી બંધનવડે કરીને પીડા પામેલા જે પુરુષનું મન ઉદ્વેગ પામેલું છે તે ખરેખર આસન્નભવ્ય જીવ જાણવો.
आसन्नकालभवसिद्धि यस्य जीवस्य लकखणइमो।
विसयसहेसन रजइ, सव्वत्थामेस उज्जमड॥ આસન્નભવ્ય જીવ (જેની અલ્પકાળમાં સિદ્ધિ થવાની છે)નું લક્ષણ એ છે કે તે પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં શચતો નથી અને સર્વ અવસ્થાઓમાં પોતાની સર્વ શક્તિથી ઉદ્યમ કરે છે. શક્તિને ગોપવતો નથી.
तस्मादासनभव्यस्य प्रकृत्या शुद्धचेतसः। स्थानमानान्तरज्ञस्य गुणवद्धहुमानिनः।। औचित्येन प्रवृतस्य कुग्रहत्यागतोभृशम्।
सर्वत्रागमनिष्ठस्य भाबशुद्धियथोदितो।। આસન્નભવ્યજીવને સહજ-સ્વાભાવિક વિચારશુદ્ધિ એટલે પવિત્ર વિચારો, સ્થાન તેમજ માન મર્યાદાના ભેદનું જાણપણું, ગુણીજનોનું બહુમાન, કદાગ્રહનો ત્યાગ, યથોચિત પ્રવૃત્તિ અને સર્વત્ર આગમાનુસારીણિ બુદ્ધિ આવી યથાયોગ્ય ભાવશુદ્ધિ હોય છે.
- ૨૨ -