________________
– હવે શુદ્ધોપયોગની વ્યાખ્યા:સુવિદિતસૂત્ર પદાર્થ, સંયમ તપ સહિત વીતરાગને; સુખદુ:ખમાં સમ શ્રમણને શુદ્ધોપયોગ જિનો કહે. || ૧૪ ||
–– શ્રી પ્રવચનસાર. -: ગૃહસ્થધર્મ :– देवपूजा गुरुपास्ति स्वाध्याय संयमस्तपः। दानश्चेति गृहस्थानां षट्कमाणि दिने दिने ।
दमोदेवगुरुपास्तिर्दानमध्ययनं तपः।
सर्वमप्येतदफलं हिंसा येन परित्यजेत्॥ દેવપૂજ, ગરની વૈયાવચ્ચ, સ્વાધ્યાય, સંયમ, (ઈન્દ્રિય, સંયમ અને પ્રાણ સંયમ) તપ અને દાન એ ગૃહસ્થનાં નિત્યપ્રતિ ષટકર્મ કહ્યાં છે. આગળ કહે છે કે તે સર્વમાં જે હિંસાનો પરિત્યાગ ન કરવામાં આવે તો બધાં અફળ છે.
'गृहकार्याणि सर्वाणि दृष्टिपतानि कारयेत्' ઘરનાં સઘળાં કાર્યો દેખભાલ કરીને કરવાં જોઈએ જેથી નાનામાં નાના ત્રસજીવને પીડા ન પહોંચે, હિંસા ન થાય.
आसनं शयनं यानं मार्गगमन्यश्च वस्तुयत् ।
अष्टं तन्न सेवेत यथाकालं भजनपि॥ સમયે સમયે ખપ પડતા આસન એટલે ખુરશી, ચટાઈ, શયન એટલે પથારી, યાન કહેતાં ઘોડાગાડી, મોટર, સાયકલ વિ. અને માર્ગ કહેતાં રસ્તે ચાલતાં જતાં, પસાર થતાં તેમજ બીજી વસ્તુઓનો ઉપયોગ કરતાં વપરાશ કરતાં દેખ્યા શોધ્યા વગર કંઈપણ નહિ કરવું જોઈએ.
– સાગારધમમૃત – સટીક પાન-૧૨૦ – અપુનબંધક જીવનાં લક્ષણ :જે જીવ મિથ્યાત્વ છોડવા માટે તત્પર તથા સમ્યકત્વની પ્રાપ્તિની અભિમુખ હોય છે તેને અપુનબંધક કહેલ છે. અપુનબંધક જીવમાં કૃપણતા, લોભ, યાંચા, દીનતા, માત્સર્ય, ભય, માયા અને મૂર્ખતા એ ભવાનંદી દોષોનો અભાવ થતાં શુકલ પક્ષના ચંદ્રમાની માફક ઔદાર્ય, દાક્ષિણ્યતાદિ ગુણોની વૃદ્ધિ થતી જાય છે. અપુનબંધક જીવમાં દેવ-ગુરૂનું પૂજન, સદાચાર, તપ અને મુક્તિથી અષરૂપ પૂર્વસેવા મુખ્યપણે હોય છે.
– ભગવાન મહાવીરના ઉપદેશને યોગ્ય વ્યક્તિનાં લક્ષણ :-. ૧. નમ્રતા, ૨. સહિષ્ણુતા, ૩. દમિતેન્દ્રિયતા, ૪. અનાગ્રહભાવ, ૫. ક્ષમા, ૬. સત્યરતતા, ૭. ક્રોધોપશાંતિ, ૮. સદ્ભાવ અને ૯. વાફસંયમ.
– સમ્મદ્રષ્ટિને નીચેના ૮ ગુણો પ્રગટે છે :* 1. કરૂણા, ૨. વાત્સલ્ય, ૩. સજ્જનતા, ૪. આત્મનિંદા, ૫. સમતા, ૬. ભક્તિ, ૭. વિરાગતા, ૮. ધર્માનુરાગ.
– ભાવદીપિકા પાન-૧૩૫. -: સવેગાદિ ૮ ગુણો :– ૧. સંવેગ, ૨. નિર્વેદ, ૩. નિંદા, ૪. ગહ, ૫. ઉપશમ, ૬. ભક્તિ, ૭. વાત્સલ્ય અને ૮. પ્રભાવના.
- ૨૦