________________
નં.-૨૯ —: લોકપ્રિયતા :– वरबोधित आरभ्य परार्थोद्यत एव हि।.
तथाविधं समादत्ते कर्म स्फीताशयः पुमान् ।। ઉત્તમ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ ત્યારથી જ પરોપકારમાં તત્પર ઉદાર આશયવાળા મહાનુભાવ જ તીર્થંકરગોત્ર નામકર્મને બાંધે છે.
અનેક ભવોની આરાધનાના ફળસ્વરૂપ સરળતા અને ઉદારભાવ આ જીવને ઉપલબ્ધ હોય છે. અનેક જીવોના આધારસ્તંભ, સૌમ્ય પ્રકૃતિવાન અને ‘વાર્થ વ્યસન ત’ બીજા જીવોનો ઉપકાર કરવો એ જેને વ્યસન થઈ પડ્યું છે, જેની સમીપમાં જન્મજાત વેર રાખનાર જીવો (ઉદર-બિલાડી) એક બીજા સાથે પ્રેમથી ક્રિીડા કરવા લાગી જાય છે. અને હિત-મિત અને મધુર-સર્વજનોને પ્રિય એવું જેનું વચન, તેમજ વાણી હોય તેવા જીવો જગતમાં લોકપ્રિય હોય છે.
ભગવાનના દસ અતિશયોમાં ‘હિત-મિત અને પ્રિય વચન' એ એક જન્મની સાથે આવેલો અતિશય હોય છે અને તે અનેક જન્મોમાં જગતના કલ્યાણના માટે ભાવેલ ભાવોનું ફળ છે.
ત્રણેકાળમાં તીર્થકર જેવી લોકપ્રિયતા બીજા કોઈની હોતી નથી. આ વાત જેને ગળે ઉતરતી નથી તે જૈન નામ કહેવા માટે પણ લાયક નથી. બાહ્ય સમૃદ્ધિ, ત્રાદ્ધિ વિ.માં સર્વશ્રેષ્ઠ દેવોના અધિપતિ ઈન્દ્ર અને ચતુર્વિધ સંઘ (નિગ્રંથ મુનિ, આર્જિક, શ્રાવક, શ્રાવિકા)ના નાયક ગણધરદેવ જેમની આગળ નત મસ્તક ઉભા રહી પોતાને ધન્ય માને છે.
આ રીતે બીજાના ઉપકારમાં તત્પરતા અને મધુરવાણી એ બંને લોકપ્રિયતાનાં મુખ્ય કારણો છે.
બીજું પરનિંદા અને આત્મપ્રશંસા પોતાની જાતને હલકી પાડે છે અને તેજ લોકપ્રિયતાથી વિરૂદ્ધ લોકમાં ધૃણાને પાત્ર બનવાનાં મુખ્ય કારણો છે. To praise one's self and to denounce others is a sign of inferiority complex.'
न हीद्दशं संवननं त्रिषु लोकेषु विद्यते।
दया मैत्री च भूतेषु, दानं च मधुरा च वाक्।। પ્રાણીમાત્ર પર દયા, મિત્રતા, દાન અને મધુરવાણી જેવું આ ત્રણલોકમાં બીજું એકપણ વશીકરણ નથી.
: વીર વશી/૧ ના વર્ષTI
परापवाद शस्येभ्यो गां चरंति निवारय ॥ જે તું આખા જગતને એક જ કાર્યથી વશ કરવા માગતો હોય તો પરપરિવાદ-પારકી પંચાત, તેમનો અપવાદ, નિંદા અને ચુગલીરૂપ ઘાસને ચરતી તારી મનરૂપી ગાયને રોક.
એક વખતની લોકપ્રિય (લોકસભામાં ૭૦ % બહુમતિથી ચુંટાઈ આવેલી જનતા સરકારના પતનના અનેક કારણોમાં મહત્વનું કારણ તેના કેટલાક ટુંકી દ્રષ્ટિવાળા નેતાઓનાં રોજબરોજ એકબીજાથી વિરૂદ્ધ, અસંગત, વિરોધાભાસ ઉત્પન્ન કરનારાં, સામાને ઉતારી પાડનારાં અને પોતાની મહત્તા આગળ વધારવા માટેનાં (Projecting , one's self image) ભાષણો હતાં.
Do you wish men to speak well of you? Then never speak well of yourself
-- Pascal