________________
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરાજીએ સેંકડો અંગરક્ષકોની સાથે સાથે એક કુતરો રાખ્યો હોત તો માલિકની રક્ષા માટે ઉઘમાં પણ સદાયે જાગૃત રહેનાર તેની સમયસૂચકતા, અગમચેતી અને વફાદારી (કતજ્ઞતા)થી જાનના જોખમે પણ પિસ્તોલધારીના હાથ પર છલંગ મારી નિશાન ચૂકાવી દીધું હોત અને દેશને, ભારતવાસીઓને કદાચ છુટકારાની અણમોલ ઘડીનો શ્વાસ લેવાની તક સાંપડી હોત!
કૃતજ્ઞતાનો ગુણ આવો અણમોલ છે અને તે પૂર્વ સંસ્કારનું જ ફળ છે. કુતરાએ ક્યાં નીતિશાસ્ત્રો વાંચ્યાં છે કે મંદિરમાં જઈ ભગવાનની પૂજા કરી છે ?
માણસ ઘણા પશુઓને પાળે પોષે છે. ગાય, ભેંસ, બકરી, હાથી, ઘોડા, ઊંટ, ગધેડો, કુતરો વિ. આમાં ફતરા સિવાય બધાં પશુઓને ભૌતિક ઉપલબ્ધિના કારણે પાળે છે. ગાય, ભેંસ, બકરી દૂધ આપે છે. બળદ ખેતીમાં તેમજ ભારવાહનમાં, ગધેડો ભારવાહનમાં, હાથી, ઘોડા, ઊંટ ભારવાહનમાં તેમજ સવારી માટે ઉપયોગી છે. કુતરો આમાંનું કંઈ આપતો નથી. એક માત્ર તેનામાં કૃતજ્ઞતા-વફાદારીનો ગુણ છે અને બાકીના ગુણો વફાદારીના કારણે હોય છે. કુટુંબનો કોઈપણ સભ્ય બહારથી ઘેર આવે ત્યારે સૌ પ્રથમ ઉષ્માભર્યો આવકાર આપનાર અને તેના પ્રતીકરૂપે પૂછડી પટપટાવનાર ઘરનો પાળેલો કુતરો હોય છે. આના બદલામાં કુતરો જેટલું સન્માન પામે છે, તેટલું બીજું કોઈ પાળેલ પશુ પામતો નથી. કરોડપતિ, સરસેનાપતિ કે વરિષ્ટ કોર્ટના ન્યાયાધીશ કુતરાને સવારે પોતાની સાથે ફરવા લઈ જઈ ટટ્ટી-પેશાબ કરાવે છે. ઘરના કોઈ બાળકને આમાંના કદાચ કોઈએ ટટ્ટી-પેશાબ જોડે ઉભા રહી નહિ કરાવ્યાં હોય.કુતરો આ રીતે તેની કૃતજ્ઞતાના ગુણને કારણે આવું સન્માન-સુખ પામે છે, તો કુટુંબમાં એક બીજા પ્રત્યે આ પ્રમાણે વફાદારી-કૃતજ્ઞતા હોય તો ઘરમાં કેવું ઉષ્માભર્યું અને સ્વર્ગસમાન વાતાવરણ સર્જાય તેનું વર્ણન કરવું મુશ્કેલ છે, અને આને માટે પૈસાની કોઈ જરૂર નથી..
" હિતમુપર સાધવો વિમતિ” સજ્જન પુરુષો કરેલા ઉપકારને કદાપિ ભૂલતા નથી. I agree with Agasse that dogs possess something very like a conscience.
- Darvin-"The Decent of Man' ‘અગાસીની સાથે સંમત થાઉં કે કુતરાઓ સહૃદયતા જેવી કોઈ લાયતા ધરાવે છે.”
न हि मे पर्वता भारा न मे भाराश्च सागरा:।
कृतघ्नाश्च महाभारा भारा विश्वासघातका:॥ પૃથ્વી કહે છે કે મને ન તો પર્વતોનો બોજો-ભાર છે કે ન સમુદ્રોનો, મને કૃતઘ્ની અને વિશ્વાસઘાતીઓ ભારરૂપ છે.
- આ દુનિયામાં સેંકડો વિદ્વાનો, રાજાઓ, વિનયવાન અને પ્રિયભાષી માણસો છે. પુણ્યક્રિયામાં કુશળ અને કલ્પવૃક્ષની જેમ દાતાઓ પણ ઘણા છે. પણ પ્રાયે કરીને કૃતજ્ઞ મનુષ્ય મળવો મુશ્કેલ છે જેનામાં કૃતજ્ઞતા નથી તેને દેવ, ગુરૂ, શાસ્ત્રની ભક્તિમાંથી એકપણ નથી. ' સજ્જન પુરુષો બને ત્યાં સુધી કોઈના સહેજ પણ ઉપકારની અપેક્ષા રાખતા નથી છતાં સંજોગવશાત્ કોઈ તેમના પર ઉપકાર કરે તો તેનો પ્રસંગ આવ્યું અનેક ઘણો બદલો આપવાનું ચૂકતા નથી.
"Noble thoughts and noble speach, Translated nobly into noble deeds;
Noble, Nobler; nobler more, gratitude is the noblest of all."
- Anonymous
- ૯૧ -