________________
પ્રબંધ ]
વૈરાગ્યના ભેદ.
૭૩
એનું જ રહસ્ય કહે છે.
विषयाणां ततो बन्धजनने नियमोऽस्ति न ।
अज्ञानिनां ततो बन्धो ज्ञानिनां तु न कर्हिचित् ॥ २४ ॥ મૂલાથે—તેથી કરીને વિષયાના એકાંતે કરીને બંધ ઉત્પન્ન કરવામાં નિયમ નથી. તે માટે અજ્ઞાનીને અંધ છે, અને જ્ઞાનીને તેથી કદાપિ બંધ થતા નથી. ૨૪.
ટીકાર્ય—તેથી કરીને-પૂર્વ કહેલા હેતુના સમૂહે કરીને વિષયોના કામાદિક ભાગોને કર્મબંધ ઉત્પન્ન કરવામાં નિયમ–એકાંત પક્ષ નથી. તેથી વિષયભાગથી ભવના સ્વરૂપને અને તેના ફળને નહીં જાણુનારા, યૌવનથી ઉન્મત્ત થયેલા અને મિથ્યાદષ્ટિ એવા અજ્ઞાનીએને જ કિલષ્ટ કર્મબંધ થાય છે, અને સુખની તૃષ્ણાના સ્વભાવ જેઓએ મૂકી દીધા છે તેવા જ્ઞાનીઓને એવા ક્લિષ્ટ કર્મબંધ થતેા નથી. અહીં જે જ્ઞાનીને કર્મબંધને નિષેધ કર્યો છે તે નરકાદિક પ્રાયેાગ્ય કર્મના બંધને નિષેધ સમજવા; પણ દેવ અને મનુષ્ય ગતિને ચેાગ્ય એવા બંધના નિષેધ નથી. કેમકે દેવ અને મનુષ્ય ગતિના બંધ તા છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકે રહેલા જીવને પણ થાય છે. તેા પછી તેવા બંધ ચેાથે ગુણસ્થાને રહેલા જીવને થાય તેમાં આશ્ચર્ય નથી. ૨૪. પૂર્વે કહેલા અર્થને જ સ્પષ્ટ રીતે કહે છે.— सेवते सेवमानोऽपि सेवमानो न सेवते ।
-
कोsपि पारजनो न स्याच्छ्रयन् परजनानपि ॥ २५ ॥ મૂલાથે—કાઈક પ્રાણી ભાગને નહીં સેવતાં છતાં પણ સેવે છે, તથા કોઈ પ્રાણી સેવન કરતાં છતાં પણ નથી સેવતે. જેમ કેાઈ માણસ પરજનના આશ્રય કરે તેાપણુ તે પરજન થતા નથી. અર્થાત્ સ્વજન જ કહેવાય છે તેમ. ૨૫.
ટીકાથે કોઈ માહુ પામેલા પ્રાણી ભાગને નહીં સેવતા એટલે દ્રવ્ય દીક્ષાને ગ્રહણ કરવાથી સ્ત્રી વિગેરે ન હોવાથી સાક્ષાત્ કાયાવર્ડ મૈથુનાદિકને નહીં ભોગવતા છતા પણ મન, વચન તથા આર્તધ્યાનવડે તે ભાગને સેવવાનું કર્મબંધરૂપી ફળ તંદુલીયા મત્સ્યની જેમ પામે છે. અને કોઈ જીવ ગૃહવાસને ભાગવતે છતા પણુ જિનેશ્વરાદિકની જેમ તે તેને સેવતા જ નથી એમ સમજવું. કેમકે તે ગૃહવાસને ત્યાગ કરવા ઇચ્છે છે, તેથી તેને પાપબંધ થતા નથી. જેમ કાઈ માણસ કોઈ કારણને લીધે પેાતાના કુટુંબને છોડીને પરજનાના આશ્રય
૧૦
Aho ! Shrutgyanam