________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[દ્વિતીય
અહીં કોઈ શંકા કરે કે-આમ કહેવાથી તા વિપાકના જ્ઞાનવાળા પ્રાણીઓને ભાગો ત્યાગ કરવા લાયક નહીં થાય એવું સિદ્ધ થશે. તે ઉપર જવાબ આપે છે.—
बहुदोषनिरोधार्थमनिवृत्तिरपि क्वचित् ।
निवृत्तिरिव नो दुष्टा योगानुभवशालिनाम् ॥ २२ ॥ ભૂલાથે—કોઈક પ્રાણીનેવિષે ઘણા દોષના નિરોધને માટે 'અનિ વૃત્તિ પણ યાગના અનુભવવડે શાભતા એવા મહાત્માઓની નિવૃત્તિની જેમ દુષણવાળી નથી. ૨૨.
ટીકાર્ય—તે ભવ્ય ! કોઈક પ્રાણીને વિષે ઘણા દેાષાના એટલે બાગકર્મના ઉદયથી વ્રત (ચારિત્ર)ના ભંગ, આજ્ઞાની વિરાધના તથા સ્માર્તધ્યાનાદિક અતિચારાના રોધને માટે-ઉત્પન્ન નહીં થવા દેવામાટે કરાતી અનિવૃત્તિ—ભાગનેવિષે પ્રવૃત્તિ પણ યોગાના-માક્ષના સાધક જ્ઞાનાદિ વ્યાપારાના અનુભવવડે-પરિપકવ જ્ઞાનવડે શોભતા એવા મહાત્માઓની ત્યાગવૃત્તિની જેમ દૂષણ રહિતપણાએ કરીને પ્રમાણુરૂપ કહેલી છે. કેમકે તે બહુદોષની નિવૃત્તિ કરનાર છે. ( આ નિયમ સર્વત્ર નથી. ) તેથી તેમને પૂર્વોક્ત દોષ લાગતા નથી. ૨૨.
કોઈ શંકા કરે કે–ભાગ કરવાથી દાંષની હાનિ શી રીતે થાય ? તેના જવાબ આપે છે.-~~
यस्मिनिषेव्यमाणेऽपि यस्याशुद्धिः कदाचन ।
तेनैव तस्य शुद्धिः स्यात्कदाचिदिति हि श्रुतिः ॥ २३ ॥ સૂલાથે—જે માણસને જે ભાગાદિક સેવવાથી કદાપિ અશુદ્ધિ થાય છે, તે માણસને તે જ ભોગાદિક સેવવાવડે કદાચિત્ શુદ્ધિ પણ થાય છે. એ પ્રમાણે મહુશ્રુતની ઉક્તિ છે. ૨૩.
ટીકાર્થ જે સમ્યગ્દષ્ટિ જીવને જે ામાદિક ભાગનું સેવન - વાથી અત્યંત ભાગવવાથી કદાચિત્—તત્ત્વની અજ્ઞાત અવસ્થામાં અતિ આસક્તિવર્ડ, સન્નિપાતના જ્વરમાં ઘીની જેમ અશુદ્ધિ-આત્માને વિષે દાષની વૃદ્ધિ થાય છે, તેજ વિરક્ત ચિત્તવાળા મનુષ્યને તેજ બેગડેન્ટ્સ પરિણામવાળા ભાગવડે કદાચિત-નિવૃત્તિની સન્મુખ રહેવાને સમયે પિત્તજ્વરમાં ધૃતની જેમ શુદ્ધિ દોષની હાનિ પશુ થાય છે. કેમકે તેથી ભાગના ફળરૂપ કર્મના ક્ષય થાય છે. આ પ્રમાણે અહુશ્રુત પુરૂષાની ઉક્તિ-વચન છે. ૨૩.
Aho! Shrutgyanam