________________
( ૫૫ ). વિષયકષાયાદિરૂપ મહા મેહનીય કર્મની એટલે મેહ પૃથ્વી પતિની યુદ્ધ કરવાની ભૂમિ છે. મોહને વિષે કામદેવનું જ મુખ્યપણું હોવાથી તેને જ અનુસારે વર્ણન કરે છે કે-હરણ સરખા નેત્રવાળી સ્ત્રીઓની દષ્ટિ(કટાક્ષ)રૂપી બાણેએ કરીને આ ભવરૂપી રણભૂમિને વિષે બ્રહ્મત્રતાદિક ધર્મના કટકને–પરસૈન્યને જય કરવામાં હેતુભૂત શુભભાવનાદિ સૈન્યને હણી નાખ્યું છે-મૂળસહિત નાશ પમાડયું છે. તેથી ઘણું રાગરૂપી રૂધિરે કરીને સ્ત્રી વિગેરેની આસક્તિના પરિણામરૂ૫ રૂધિરવડે કરીને મનના પ્રદેશો-મનરૂપી સ્થાનો અત્યંત લિપ્ત થયેલા છે એટલે રાગરૂપી રૂધિરના પ્રવાહ વડે પરિપૂર્ણ થયા છે, ખરડાઈ ગયા છે. અને સંકડે કષ્ટરૂપી ક્રૂર સ્વભાવવાળા ગૃધ્ર પક્ષીઓ મસ્તકપર ભ્રમણ કરે છે. માટે ખરેખર આ ભવ મેહરાજાની રણભૂમિ જ છે. ૯૪.
સંસારમાં રહેલા પ્રાણુઓનું અપૂર્વ ગૃહિલપણું છે એમ વિચારવું, તે કહે છે –
हसन्ति क्रीडन्ति क्षणमथ च खिद्यन्ति बहुधा रुदन्ति क्रन्दन्ति क्षणमथ विवादं विदधते । पलायन्ते मोदं दधति परिनृत्यन्ति विवशा भवे मोहोन्मादं कमपि तनुभाजः परिगताः ॥ ९५ ॥ મૂલાર્થ–આ સંસારમાં મેહના અપૂર્વ ઉન્માદને પામેલા પ્રાણીઓ પરાધીનપણે ક્ષણવાર હસે છે, ક્ષણવાર ક્રીડા કરે છે, ક્ષણવાર ઘણે • ખેદ પામે છે, ક્ષણવાર રૂદન કરે છે, ક્ષણવાર આકંદ કરે છે, ક્ષણવાર વિવાદ કરે છે, કેઈવાર નાશી જાય છે, કેઈ વખત હર્ષ પામે છે અને કેઈવાર નૃત્ય કરે છે. ૮૫.
ટીકાર્થ-આ સંસારમાં પ્રાણુઓ કઈ કહી ન શકાય તેવા અપૂર્વ મેહના ઉન્માદને-ઉન્મત્તતાને પામેલા દેખાય છે. તેઓ શું કરે છે? તે કહે છે. પરાધીન–મેહને પરવશ થયેલા તે પ્રાણુઓ ડીવાર હસે છે એટલે હાસ્યનું નિમિત્ત હોય કે ન હોય તે પણ મુખ, કપિલ અને નેત્રોનો વિકાસ કરે છે, ક્ષણવારમાં કામક્રીડાદિકનો વિનોદ કરે છે, ક્ષણવારમાં બહુ પ્રકારે ખેદ પામે છે એટલે નાના પ્રકારની મન, વાણી અને કાયાની અરતિને લીધે દીનતા પામે છે, ક્ષણવાર રૂદન કરે છે, ક્ષણવાર આક્રંદ કરે છે એટલે નિરંતર અશ્રપાત કરીને મોટા શબ્દથી પિકાર કરે છે, ક્ષણવારમાં ધનાદિકને કારણે વિવાદ-કજીયા કરે છે,
૧ ભૂતપ્રેતાદિના આવેશવાળું બેભાનપણું.
Aho ! Shrutgyanam