________________
( ૧૪ ) મૂલાર્થ–જે ભવને વિષે પ્રાણ પ્રથમ પ્રેમના આરંભમાં દુઃખ પામે છે, ત્યારપછી તે પ્રેમની સ્થિરતાને માટે દુખને સહન કરે છે, અને ત્યારપછી તે પ્રેમને વિનાશ થાય ત્યારે પણ તે કઠિન ચિત્તવાળે પ્રાણી અત્યંત સંતાપને લીધે કુંભારના નિંભાડા (ભઠ્ઠી)માં નાખેલા ઘડાની જેમ તપને સતે દુઃખને સહન કરે છે અને છેવટ તે દુષ્કમના વિપાકને લીધે ભવાન્તરમાં પણ નરકાદિક દુઃખોને પામે છે. ૯૩.
ટીકાઈ–હે જીવ! ઘણુ ખેદકારક વાત છે કે આ પ્રત્યક્ષ દેખાતા સંસારમાં કેઈપણ ઠેકાણે સુખ-શાનિત નથી. કેમકે જે સંસારમાં પ્રાણું પ્રથમ-પ્રેમ ઉત્પન્ન થયા પહેલાં પ્રેમના આરંભમાં–પ્રથમ પ્રીતિ ઉત્પન્ન કરવામાં નાના પ્રકારનાં દુઃખોને–પ્રેમ મેળવવા માટે પ્રયાસાદિક કરવાનાં કોને વિશેષે કરીને સહન કરે છે–પામે છે ( અનુભવે છે). ત્યારપછી-પ્રેમ ઉત્પન્ન થયા પછી તે પ્રેમનો અવિચછેદ-સ્થિરતા કરવામાં તેના મનની અનુકૂળતાએ વર્તવામાં ઘણું દુઃખોને સહન કરે છે, કેમકે પ્રતિકૂળ વર્તવાથી પ્રેમના ભંગનો સંભવ રહે છે. અને ત્યાર પછી તે પ્રેમનો વિયોગ મરણાદિકને લીધે, થાય ત્યારે પણ કઠેર મનવાળે થઈને તે પ્રાણુ ઘણું સંતાપને લીધે કુંભારની ભઠ્ઠી (નિંભાડા)માં નાંખેલા ઘડાની જેમ આ જન્મમાં સંતાપ સંબંધી દુઃખ પામે છે અને પ્રાંતે તેના વિપાકથી-પ્રેમના પરિણામે બાંધેલાં કર્મ ઉદય આવે ત્યારે તે કર્મોદયથી ભવાંતરમાં પણ નરકાદિકનાં દુઃખ સહન કરે છે–પામે છે. ૯૩.
આ સંસાર મહામહરાજાની રણભૂમિ છે એમ વિચારવું, તે બતાવે છે. मृगाक्षीदृग्बाणैरिह हि निहतं धर्मकटकं विलिप्ता हृद्देशा इह च बहुलै रागरुधिरैः । भ्रमन्त्यूज़ क्रूरा व्यसनशतगृध्राश्च तदियं महामोहक्षोणीरमणरणभूमिः खलु भवः ॥ ९४ ॥
મૂલાળું—આ ભવરૂપી રણભૂમિને વિષે સ્ત્રીઓની દષ્ટિ (કટાક્ષ)રૂપી બાણેએ કરીને ધર્મરૂપી સૈન્ય હણાયું છે, તેથી કરીને એ ભવરૂપી રણભૂમિમાં ઘણું રાગરૂપી રૂધિરવડે હૃદયરૂપી પ્રદેશ લિપ્ત થયા છે, તથા સેકડે વ્યસનરૂપી ક્રૂર ગૃધ્ર પક્ષીઓ મસ્તક પર ઉડે છે, તેથી કરીને ખરેખર આ ભવ-સંસાર મહામહરાજાની રણભૂમિ જ છે. ૯૪.
ટીકાથે આ સંસાર ખરેખર હમણું કહેવામાં આવશે એવા સદશપણુને લીધે આ દશ્યમાન યુદ્ધના લક્ષણવાળી મિથ્યાત્વ અને
તથા આ ભચાર માતા લક્ષ
Aho! Shrutgyanam