SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ( પર ) જો તારા આત્માને ઉદ્વેગ-વૈરાગ્ય એટલે ઉદાસીનતા પ્રાપ્ત થતી નથી તા પછી તેથી અધિક કહેવાથી શું ફળ થાય? કાંઈજ નહીં. આ ભવ વિશ્વાસઘાતી શી રીતે છે? તે બતાવે છે. આ સંસારને વિષે લોકો મોટા સ્વાથૅ ઉત્પન્ન થયા હોય ત્યારે જે સ્વજનાદિકને ઘણી સ્તુતિ અથવા ધનવડૅ તથા પ્રાણા એટલે આયુષ્ય અને ઇન્દ્રિયાદિકવડે પણ ગ્રહણ કરે છે—સ્વીકાર કરે છે, તેજ સ્વજનાદિકને જ્યારે સ્વાર્થસિદ્ધિ નથી હાતી ત્યારે અત્યંત નિર્દય ( નિર્લજ્જ ) થઈને પગે લાગેલા તૃણુની જેમ તજી દેછે, તેથીકરીને તેના હૃદયમાં હલાહલ વિષ અને મુખમાં અમૃત રહેલું છે. કેમકે સ્વાર્થતત્પર મનુષ્ય મનમાં સર્વનું અનિષ્ટ ચિંતવે છે, તેથી અંતરમાં વિષને ધારણ કરે છે; અને મુખે મિષ્ટ વચન એલે છે, તેથી સુખમાં અમૃત ધારણ કરે છે. ૯૦. ભવરૂપી ગૃહનું વિષમપણું ચિતવવું, તે કહે છે.— दृशां प्रान्तैः कान्तैः कलयति मुदं कोपकलितैरमीभिः खिन्नः स्याद् घनधन निधीनामपि गुणी | उपायैः स्तुत्याद्यैरपनयति रोषं कथमपीत्यहो मोहस्यैवं भवभवनवैषम्यघटना ॥ ९१ ॥ ભૂલાથે—ગુણીજન પહુ મોટા ધનના નિધિવાળા ( ધનિક )ના મનાહર એવા દૃષ્ટિના પ્રાંત ભાગે કરીને હર્ષ પામે છે, અને તેમની રોષયુક્ત દ્દષ્ટિથા ખેદ પામે છે, તથા તે વખતે સ્તુતિ વિગેરે ઉપાયા– કરીને મહા પ્રયને તેમના રોષ દૂર કરે છે. માટે અહા ! આ માહનીય કર્મની કરેલી જ આ પ્રકારની ભવગ્રહના વૈષમ્યની રચના છે. ૯૧. ટીકાર્ય અહા ! માહનીય કર્મે કરેલી નીચે કહેવામાં આવશે તે પ્રમાણેની ભવરૂપ ગ્રહના વૈષમ્યની–દારૂણતાની રચના કેવી છે કે જે સંસારરૂપ ગૃહમાં કલા, વિજ્ઞાન અને વિવેકાદિક ગુણવાન પણ કાંચનાદિક પ્રચુર ધનના નિધિવાળા ગૃહસ્થના પ્રસન્ન મનેાહર નેત્રપ્રાંતવર્ડકટાક્ષેાવડે એટલે પ્રસન્ન દૃષ્ટિવડે જોવાયાથી આનંદ પામે છે, અને તે( ગૃહસ્થ )ના જ કાયુક્ત નેત્રપ્રાંતેકરીને ખેયુક્ત-દુઃખી થાય છે. અને તે વખતે એટલે જ્યારે તેમની કોપયુક્ત દૃષ્ટિ જુએ છે ત્યારે મહા પ્રયત્ને તેના માહાત્મ્યનું વર્ણન કરવારૂપ એટલે ‘અહા ! આપ તો મહા ઉદાર દિલના છે.' ઇત્યાદિક સ્તુતિ અને પ્રણામાદિ કરવારૂપ ઉપાચાવડે તેને રોષ દૂર કરે છે. ૯૧, Aho! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy