________________
( ૧ ) છે. તથા તેમના ઉપકારાદિક ગુણસમૂહને જાણો છો અને પોતે ધનવાન છતે પણ તેમને ધન આપતા નથી. કેમકે આ જગતમાં સર્વે જનો પિતાના સ્વાર્થની જ વૃદ્ધિમાં નિરંતર અત્યંત ગાઢ પરિણુમવાળા રહે છે. ૮૯.
ટીકર્થ–હે પ્રાણી ! સંસાર સુખની ખ્યાતિમાં એટલે આ મનુષ્યાદિક જન્મમાં જે સુખ છે તેનું વર્ણન કરવામાં કો રસિક પુરૂષ પ્રમાતા છે? એટલે સંસારમાં આટલું સુખ છે એમ તેનું પ્રમાણ કરી શકે તે કેણ છે? કઈ જ નથી. કેમકે સંસાર સુખના અનિયમિત સ્વભાવે કરીને તેનું ભાન થઈ શકે તેવું નથી. જે ભવમાં પિતા, માતા અને બધુ પણ પિતાના સ્વાર્થની સિદ્ધિ થાય તે જ આ પ્રાણુને અભિમત–માન્ય થાય છે. અને તેમના પૂર્વે કરેલા ઉપકારાદિક ગુણસમૂહને જાણ છે એટલે કે આણે મારાપર ઘણે ઉપકાર કર્યો છે એમ જાણતે છત તથા ધનવાન-સમૃદ્ધિમાન છે પણ તેમને ધન આપીને પ્રત્યુપકાર કરતું નથી. કારણ કે સર્વે મનુષ્ય સ્વાર્થની-પોતાના પ્રજનની વૃદ્ધિ-સિદ્ધિ કરવામાં જ નિરંતર–રાત્રિદિવસ ઉજવળ–અતિ ગાઢ પરિણામને ધારણ કરનારા હોય છે. એટલે સ્વાર્થની સિદ્ધિમાં જ વધતા પરિણામવાળા રહે છે, પણ પ્રત્યુપકાર કરનારા થતા નથી. ૮૯.
આ સંસાર વિશ્વાસઘાત છે એમ વિચારવું, તે કહે છે– पणैः प्राणैर्गृह्णात्यहह महति स्वार्थ इह यान् त्यजत्युच्चैलॊकस्तृणवदघृणस्तानपरथा। विषं स्वान्ते वक्त्रेऽमृतमिति च विश्वासहतिकृद्भवादित्युद्वेगो यदि न गदितैः किं तदधिकैः ॥ ९ ॥
મલાઈ–અહો! લેકે પિતાને માટે સ્વાર્થ હોય ત્યારે જેઓ (સ્વજનેદિકે)ને સ્તુતિ અથવા ધનવડે તથા પોતાના પ્રાણેએ કરીને પણ ગ્રહણ કરે છે, તેઓને જ અન્યથા-સ્વાર્થ ન હોય ત્યારે અતિ નિર્દયપણે તૃણની જેમ તજી દે છે. વળી હૃદયમાં વિષને અને મુખમાં અમૃતને ધારણ કરે છે. માટે આ પ્રમાણે વિશ્વાસ ઘાત કરનાર આ ભવથકી જે તને ઉગ (વૈરાગ્ય) પ્રાપ્ત થતી નથી, તે પછી અધિક કહેવાથી શું ફળ? કાંઈ જ નહીં. ૯૦.
ટીકાર્થ–અહો ! હે પ્રાણુ! આ પ્રમાણે-હમણું કહેવામાં આવશે તે પ્રકારે વિશ્વાસઘાતકારક-શ્રદ્ધાના વિનાશકારક એવા આ ભવથકી
Aho ! Shrutgyanam