________________
( ૪૮ )
વિસ્તીર્ણ એવા અસહ્ય નરકસંબંધી વ્યાધિઓના-દશ પ્રકારની. વેદનાદિકથી ઉત્પન્ન થયેલી પીડાઓના સમૂહરૂપ છે. સાંસારિક સુખમાં નિમગ્ન થયેલા જીને આ ભવમાં વ્યાધિઓ અને પરભવમાં ગરકાવાસ પ્રાપ્ત થાય છે, તેથી તેને તે ઉપમા આપી છે. ૮૫.
આ સંસાર સર્વત્ર વિષમ જ છે એમ વિચારવું, તે કહે છે – कचित्याज्यं राज्यं वचन धनलेशोऽप्यसुलभः .. क्वचिजातिस्फातिः क्वचिदपि च नीचत्वकुयशः। कचिलावण्यश्रीरतिशयवती कापि न वपुः स्वरूपं वैषम्यं रतिकरमिदं कस्य नु भवे ॥८६॥
મલાર્થ–આ સંસારમાં કઈ જન્મમાં મોટું રાજ્ય તે કઈ જન્મમાં ધનનો લેશ પણ દુર્લભ થાય છે. કેઈ જન્મમાં ઉચ્ચ જાતિ તે કઈ જન્મમાં નીચફળરૂપી અપયશ પ્રાપ્ત થાય છે. તથા કઈ જન્મમાં દેહસૌન્દર્યની શેભાન અતિશય તે કઈ જન્મમાં શરીરનું
સ્વરૂપ જ હેતું નથી. આ પ્રમાણે સંસારની વિષમતા (વિચિત્રતા) કેને પ્રતિકારક થાય?કેઈને પણ ન થાય. ૮૬. 1 ટીકાઈ– ચેતન ! તું મનમાં વિચાર કરે કે આ સંસારમાં આવી સર્વ પ્રકારની વિષમતા-અસમાનતા એટલે વિચિત્રતા રહેલી છે. તેથી તે કયા પંડિત પુરૂષને પ્રીતિદાયક થાય? કેઈને પણ ન થાય. કેવી વિષમતા છે? તે કહે છે.-સર્વ પ્રાણુઓનું જીવપણું તુલ્ય છતાં પણ કોઈક ભવને વિષે અથવા કેઈક પ્રાણીને અતિ પ્રૌઢ-મેટું રાજ્ય-મંડલેશ્વરપણું પ્રાપ્ત થાય છે. તે કેઈક જન્મમાં અથવા કઈ પ્રાણીને કાંચનાદિક ધનને લેશ પણ-એટલે ઘણું ધન તે દૂર રહે પરંતુ થોડું ધન પણ અસુલભ-દુર્લભ દેખાય છે. તથા કેઈક જન્મમાં કે કઈ પ્રાણીને ઉત્તમ કુળમાં જન્મની પ્રાપ્તિ થવાથી પૂજા સત્કારાદિકની વૃદ્ધિ દેખાય છે, તે કેઈક જનમમાં અથવા કેઈ પ્રાણીને શુદ્રાદિક નીચ ફળને વિષે ઉત્પન્ન થવાથી સર્વત્ર અનાદર ને અપકીર્તિ દેખાય છે. તથા કેઈક જન્મમાં અથવા કેઈ જીવને દેહના સૌન્દર્યની લક્ષ્મી-શોભા અતિશયવાળી–ચિત્તને ચમત્કાર કરનારી દેખાય છે, તો કેઈક જન્મમાં અથવા કેઈજીવને તિર્યંચ અને નારકીને વિષે અથવા પુણ્યરહિત એવા દેવ અને મનુષ્ય ભવને વિષે પણ શરીરનું સ્વરૂપ-સુંદરતા દેખાતી નથી. આ પ્રમાણે સંસારની વિષમતા છે. તેથી તેમાં કેઈએ પણ પ્રીતિ ઉત્પન્ન કરવીગ્ય નથી. ૮૬.
Aho ! Shrutgyanam