________________
( ૪૭ )
ગાદિકથી ઉત્પન્ન થયેલા ચિત્તના ઉદ્વેગરૂપી અગ્નિ પ્રદીપ્ત થયેલા દેખાય છે. સંતાપના હેતુ હેાવાથી શાકને અગ્નિની ઉપમા આપી છે. તથા ચેતરફ વિસ્તાર પામતા અપયશરૂપી અપકીર્તિરૂપી ભસ્મ-રક્ષાના સમૂહ પડેલા છે. અસાર હેાવાથી તથા મલિનકારક હાવાથી અપયશને ભસ્મની ઉપમા આપી છે, અને તે અપયશ સંસારમાં વસતા પ્રાણીઆને પ્રાપ્ત થાય જ છે. ૮૪.
આ સંસાર વિષવૃક્ષરૂપ છે એમ વિચારવું, તે કહે છે.— धनाशा यच्छायाप्यतिविषममूर्छाप्रणयिनी विलासो नारीणां गुरुविकृतये यत्सुमरसः । फलास्वादो यस्य प्रसरनरकव्याधिनिवहस्तदास्था नो युक्ता भव विषतरावत्र सुधियाम् ॥ ८५ ॥
મૂલાથે—આ સંસાર વિષવૃક્ષરૂપ છે. કેમકે ધનની આશારૂપ જે (વિષવૃક્ષ )ની છાયામાત્ર પણ અતિ વિષમ મૂર્છાને આપનારી છે, તથા સ્રીઓના વિલાસરૂપ જેના પુષ્પપરાગ પણ મોટા વિકારને માટે થાય છે, તથા જેના ફળના આસ્વાદ નરકના વિસ્તીર્ણ વ્યાધિના સમૂહરૂપ છે, એવા આ સંસારરૂપી વિષવૃક્ષને વિષે બુદ્ધિમાન પુરૂષાએ આસ્થા શખવી ચોગ્ય નથી. ૮૫.
ટીકાર્ય—હે ભવ્ય પ્રાણીએ ! વક્ષ્યમાણુ હેતુને લીધે આ સંસાર જ વિષવૃક્ષ સમાન છે. મહામૂર્ખ ઉત્પન્ન કરનાર હોવાથી તથા પ્રાણને નાસ કરનાર હાવાથી તેને વિષવૃક્ષની ઉપમા આપી છે. આવા વિષવૃક્ષ ઉપર બુદ્ધિમાને-વિવેકીજનાએ વિશ્વાસ રાખવા યોગ્ય નથી. તે ભવરૂપી વિષવૃક્ષ કેવા છે? તે કહે છે.ધનની આશા-ધનને પ્રાપ્ત કરવાની ઇચ્છાપ જે વિષવૃક્ષની છાયા પણુ એટલે વૃક્ષ તે દૂર રહેા માત્ર તેની છાયા પશુ અતિ વિષમ-અનિવાયૅ મૂર્છાને એટલે ચૈતન્યરહિતપણાને આપનારી છે. ધન એ વિવેકના નાશ કરનાર તથા આશા અને તૃષ્ણાને વિશ્રામ આપનાર છે, તેથી તેને વિતરૂની છાયાની ઉપમા આપી છે. તથા સ્ત્રીઓના હાવભાવ શૃંગારાદિક ચેષ્ટારૂપ વિલાસા જે વૃક્ષના પુષ્પપરાગ સદેશ છે, તે પણ અતિ મેાટી વિકૃતિને માટે એટલે મહા માહનીય કર્મના બંધ અને ઉદય કરનાર એવા વિકારને માટે થાય છે. સ્ત્રીએના વિલાસ મહાપાપબંધના કારણુ હેાવાથી તેને તેવી ઉપમા આપી છે. તથા જે વિષતના ફળના સ્વાદ ફળ ભક્ષણુની સ્વાદિતા
Aho! Shrutgyanam