________________
( ૩ )
ઈચ્છા ચોગાદિક ચોગની ઉત્પત્તિનું ખાધક-નિવારણ કરનાર એવું કઠિન એટલે મહાતપાવડે પણ દુર્ભેદ્ય નરકાદિક પ્રાપ્તિને યોગ્ય અશુભ કર્મ માધે છે-આત્મપ્રદેશની સાથે જોડી દે છે. ૭૧.
आत्मार्थिना ततस्त्याज्यो दंभोऽनर्थनिबन्धनम् । शुद्धिः स्यादृजुभूतस्येत्यागमे प्रतिपादितम् ॥ ७२ ॥ મૂલાથે—તેથીકરીને આત્માએ અનર્થના કારણરૂપ દંભના ત્યાગ કરવા, કેમકે સરલ માણસની જ શુદ્ધિ થાય છે, એમ આગમમાં કહ્યું છે. ૭ર.
ટીકાર્થ—તેથીકરીને એટલે દંભવાન માણસ ઘણું કઠિન દુષ્કર્મ બાંધે છે તે હેતુમાટે આત્મસ્વરૂપના અર્થી-પ્રયોજનવાળા એટલે આત્મસ્વરૂપની પ્રાપ્તિના ઇચ્છનારાએ અનર્થ નિબંધન-માયાવીને પણ અનિષ્ટ એવા નરકાદિક દુઃખાના ઉપદ્રવરૂપ અનર્થોના કારણભૂત દંભના-માયાવૃત્તિના ત્યાગ કરવા. કેમકે યથાર્થ રીતે સરળ મનવાળાની જ શુદ્ધિ પાપકર્મના ક્ષય થાય છે એમ સિદ્ધાંતમાં કહેલું છે. ૭ર.
આગમ ( સિદ્ધાન્ત )માં જે કહ્યું છે, તે જ કહે છે.-जिनैर्नानुमतं किञ्चिन्निषिद्धं वा न सर्वथा । कार्ये भाव्यमभेनेत्येषाज्ञा पारमेश्वरी ॥ ७३ ॥ ભૂલાથે—જિનેશ્વરાએ સર્વથા ( એકાંતપણે કાંઈ કાઇની ) પણ અનુજ્ઞા કરી નથી, તેમ જ કાંઈ ( કાઇના ) પણ સર્વથા નિષેધ કર્યો નથી. પરંતુ કાર્યને વિષે દંભરહિત થવું' એવી જ પરમેશ્વરની આજ્ઞા છે. ૭૩.
ટીકાર્ય—તીર્થંકરોએ કાંઈપણ અહિંસાદિક કાર્યની સર્વ પ્રકારે એકાંતપણે ‘અમુક કાર્ય જ કરવું' એમ અનુજ્ઞા આપી નથી. અથવા કાંઇપણ આધાકર્માદિક કાર્યના એકાંતપણે નિષેધ પણ કર્યાં નથી. એટલે અમુક કાર્ય સર્વથા નજ કરવું' એમ કહ્યું નથી. ત્યારે જિનેશ્વરાએ શું કહ્યું છે? તે કહે છે. કાર્ય પ્રાપ્ત થયે છતે-નિષેધ કરેલું અથવા અનુમતિ આપેલું કાર્ય કરતી વખતે દંભરહિત-સરળ ચિત્તવાળા થવું-કપટ કરવું નહીં. એ પ્રમાણે પરમેશ્વરની-જિનેશ્વરની આજ્ઞા-આગમ વાણી છે.૭૩: હવે એ શ્લોકવડે પરમાર્થ કહેવાપૂર્વક અધિકારના ઉપસંહાર કરે છે. अध्यात्मरतचित्तानां दंभः स्वल्पोऽपि नोचितः । छिद्रलेशोऽपि पोतस्य सिन्धुं लंघयतामिव ॥ ७४ ॥ મૂલાથે—સમુદ્રનું ઉલ્લંઘન કરનારને વહાણના લેશમાત્ર પણ છિદ્રની
Aho! Shrutgyanam