________________
(૩૦) अतो ज्ञानक्रियारूपमध्यात्म व्यवतिष्ठते। एतत्प्रवर्धमानं स्यान्निभाचारशालिनाम् ॥ ५३॥ .
| રામસ્વાપિ મ ર તે મૂલાઈ–તેથી કરીને જ્ઞાન અને ક્રિયા એ બન્નરૂપ અધ્યાત્મ રહેલું છે (કહેવાય છે). તે અધ્યાત્મ નિષ્કપટ આચારવડે શોભતા એવા મહાત્માઓને વૃદ્ધિ પામતું જાય છે. પ૩.
ટકાથે–એથી કરીને-પૂર્વે કહેલા કારણથી જ્ઞાન અને ક્રિયા એ બન્ને રૂપ-જ્ઞાનક્રિયાત્મક અધ્યાત્મ રહેલું છે. એટલે કે હે શિષ્ય! પૂર્વે તે જે અધ્યાત્મનું સ્વરૂપ પૂછયું તે અધ્યાત્મ બીજા વિષયને ત્યાર કરીને જ્ઞાન અને ક્ષિાને વિષે રહેલું છે. અને તે અધ્યાત્મ નિષ્કપટ આચારવડે ધર્મના વ્યવહારવડે શેભતા એવા મહાત્માઓને વૃદ્ધિ પામતું જાય છે. પ૩.
_ રૂધ્યારમાધિ ૨ દંભ (૫ટ) રહિત એવા મનુષ્યને અધ્યાત્મની વૃદ્ધિ થાય છે એમ પૂર્વે કહ્યું, તેથી આ અધિકારની સમાપ્તિ પર્યંત દંભથી થતા અનર્થોને બતાવવાપૂર્વક અધ્યાત્મની ઈચ્છાવાળાએ દંભને ત્યાગ કરે, તે કહે છે–
दंभो मुक्तिलतावह्निर्दभो राहुः क्रियाविधौ । दौर्भाग्यकारणं दंभो दंभोऽध्यात्मसुखार्गला ॥५४॥ .
મૂલાર્થ–દંભ એ મુક્તિરૂપ લતાને દહન કરવામાં અગ્નિસમાન છે, દંભ એ ક્રિયારૂપી ચંદ્રને વિષે રાહુસમાન છે, દંભ એ દુર્ભાગ્યનું કારણ છે, અને દંભ એ અધ્યાત્મસુખની અર્ગલા સમાન છે. ૫૪.
ટીકાર્યું–હે સાધુ! તું આ પ્રમાણે અનર્થ કરનાર દંભને ત્યાગ કર કે જે દંભ-માયાવીપણું એ સકલ કર્મના ક્ષયરૂપ મુક્તિલતાસર્વસુખરૂપ ફળને આપનાર કલ્પલતાને દહન કરવામાં અગ્નિરૂપ છે, તથા ધર્મ-કર્મરૂપી ચંદ્રનેવિષે મલિનતાનું કારણ હેવાથી રાહુરૂપ છે, તથા દુર્ભાગ્યનું કારણુ-સાધનરૂપ છે. એટલે કે દંભી માણસ સર્વને દુર્ભાગ્યની જેમ અનિષ્ટ લાગે છે, તથા દંભ એ અધ્યાત્મના સુખને નિરોધ કરવામાં અર્ગલારૂપ છે. અહીં લેકમાં વારંવાર દંભ શબ્દનું ગ્રહણ કર્યું છે, તે દંભની અતિ દુષ્ટતા જણાવવા માટે ગ્રહણ કર્યું છે. તે વિષે કહ્યું છે કે-“ભાયાવી પુરૂષ જે કે કોઈ પણ અપરાધ
Aho ! Shrutgyanam