________________
હવે જેઓ દ્રવ્યદીક્ષાની અવગણના કરે છે તેમને શિક્ષા આપે છે. અથવા પૂર્વોક્ત અર્થને જ દઢ કરે છે–
गुर्वाज्ञापारतंत्र्येण द्रव्यदीक्षाग्रहादपि । वीर्योल्लासक्रमात्प्राप्ता बहवः परमं पदम् ॥ ५१ ॥
મૂલાથે—ગુરૂની આજ્ઞાને આધીન રહેવાથી (રહીને) દ્રવ્યદક્ષાને ગ્રહણ કરવાથી પણ ઘણું ભવ્ય જી વીર્યની વૃદ્ધિના કમથી મોક્ષપદ પામ્યા છે. પી. ' ટીકાર્થ–ગુરૂ એટલે કૃતવૃદ્ધોની આજ્ઞાના પરતંત્રપણુ( વશવર્તવાપણું) એ કરીને દ્રવ્ય એટલે છઠ્ઠા ગુણસ્થાનકના પરિણામને ન પામ્યા છતાં દીક્ષા લેવાથી હરસુદિ સાધુવેષને ધારણ કરવાથી પણ ક્રિયાને વિષે અંતઃકરણમાં રહેલી રૂચિરૂપ વીર્યના–પરાક્રમના ઉલ્લાસ (વૃદ્ધિ)ના કમથી ઉત્તરોત્તર શુદ્ધિ પ્રાપ્ત થવાને લીધે ઘણું ભવ્ય છે પરમ પદ–અતિ ઉત્કૃષ્ટ આનંદમય મોક્ષપદને પામ્યા છે, તથા મહાવિદેહાદિકને વિષે મોક્ષ પામે છે અને પામશે. ૫૧. હવે બે લેકવડે પ્રકરણને ઉપસંહાર કરે છે.
अध्यात्माभ्यासकालेऽपि क्रिया काप्येवमस्ति हि । शुभौघसंज्ञानुगतं ज्ञानमप्यस्ति किंचन ॥ ५२ ॥ ..
મૂલાર્ચ–અધ્યાત્મના સમીપ કાળને વિષે પણ કાંઈક ક્રિયા રહેલી છે, તથા શુભ એવી ઓઘ (સામાન્ય) સંસાને અનુસરતું કાંઈક જ્ઞાન પણ રહેલું હોય છે. પર,
ટીકાથે–અધ્યાત્મ પ્રાપ્તિના સમીપ કાળને વિષે પણ-એક પુદ્ગલ પરાવર્ત સંસાર અવશેષ રહે તે કાળે પણ એટલે કે જ્યારે શિવને એક પુદ્ગલ પરાવર્ત પરિમાણુ સંસાર અવશેષ રહે ત્યારે જ ચેતના આત્માની સન્મુખ થાય છે. કેમકે અનેક પુદ્ગલ પરાવર્ત સંસાર અવશેષ હોય તે જીવ ચિરકાળ સુધી દુર્ગતિમાં જ રહે છે, તેથી તે સમયે ચેતના આત્માભિમુખ થતી નથી, માટે એક પુલ પરાવર્ત સંસાર અવશેષ હોય તે સમયે પ્રિય ભાવે કરીને સુદેવ અને સુગુરૂને નમસ્કારાદિક કરવારૂપ કાંઈક કિયા હોય છે. તથા શુભ (સુંદર) એવી એઘ સંજ્ઞાને-સામાન્ય રીતે ધર્મના અભિલાષની પરિણતિને યોગ્ય એવું એટલે એઘ સંજ્ઞામાં વ્યાપ્ત થયેલું એવું કાંઈક અંશમાત્ર જ્ઞાન પણ હોય છે. પર.
૫
.
.
- • •
Aho ! Shrutgyanam