________________
પ્રબંધ ]
અનુભવાધિકાર.
૪૪૯
જે કહ્યું છે, તે જ બતાવે છે.—
बालः पश्यति लिङ्गं मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । आगमतत्त्वं तु बुधः परीक्षते सर्वयत्नेन ॥ ३७ ॥ મૂલાથે—બાળક લિંગને જુએ છે, મધ્યમ બુદ્ધિવાળા માણસ આચરણને વિચારે છે, પણ પંડિત પુરૂષ તે સર્વ પ્રયત્નવડે આગમના તત્ત્વની જ પરીક્ષા કરે છે. ૩૭.
ટીકાર્ય—બાળક એટલે આળબુદ્ધિવાળા અજ્ઞાની લિંગને એટલે કેશલેાચ અથવા જટામુકુટ વિગેરેથી મંડિત વેષ તથા પ્રત્યુપેક્ષાદિક ક્રિયાને જુએ છે, એટલે કે આવા લિંગને જ્યાં જુએ છે, ત્યાં આસક્તિવાળા થાય છે. તથા મધ્યમ બુદ્ધિવાળા એટલે સ્થળ વિષયામાં પંડિત પુરૂષ વૃત્તને એટલે આ પ્રવચન માતાનું પાલનરૂપ ચારિત્રાદિક હિત પ્રવૃત્તિને વિચારે છે (જીએ છે), એટલે તેમાં સુંદરપણાને તથા અસુંદરપણાને ધર્મ અધર્મપણે માને છે. પરંતુ પંડિત એટલે સૂક્ષ્મ પદાર્થને ગ્રહણ કરનાર વિચક્ષણ પુરૂષ તે સર્વ યનઙેઉદ્યમવડે આગમના તત્ત્વની એટલે સત્ અર્થના પ્રકાશ કરનાર શાસ્ત્રના બાધની પરીક્ષા કરે છે એટલે તે આધારે દૂષિતપણું અને કૃષિતપણું જુએ છે; તેથી કરીને બાળ અને મધ્યમ બુદ્ધિવાળાને શુદ્ધ ધમેમાર્ગમાં પ્રવેશ કરાવવા માટે અને તેમનાપર અનુગ્રહ કરવા માટે જ્ઞાનવાન ગુરૂએ પણ પોતે વેષ, ક્રિયા અને પ્રવચનમાત્રના પાલનને વિષે શુદ્ધ વ્યવસ્થા ધારણ કરવી. ૩૭.
હવે અધિકારની સમાપ્તિ પર્યંત કર્તવ્યના ઉપદેશ કરે છે.— निश्चित्यागमतत्त्वं तस्मादुत्सृज्य लोकसंज्ञां च । श्रद्धाविवेकसारं यतितव्यं योगिना नित्यम् ॥ ३८ ॥ ભૂલાથે—તેથી કરીને આગમના તત્ત્વના નિશ્ચય કરીને તથા લોકસંજ્ઞાના ત્યાગ કરીને ચેાગીએ નિરંતર શ્રદ્ધા અને વિવેક પરત્વે યત્ન કરવા. ૩૮.
ટીકાથે—તેથી કરીને એટલે પૂર્વે કહેલા કારણથી આગમના તત્ત્વના એટલે સિદ્ધાંતના પરમાર્થના નિશ્ચય કરીને એટલે મહુશ્રુત અને પેાતાના અનુભવની સ્મૃતિવર્ડે તેનું અવધારણ કરીને તથા લોકસંજ્ઞાના એટલે શાસ્ત્રની અપેક્ષારહિત લોકરૂઢિના ત્યાગ કરીને શ્રદ્ધા એટલે સર્વજ્ઞના વચનપર શુદ્ધ આસ્તિકપણું અને વિવેક એટલે જીવ અને પુગળના સ્વભાવ તથા વિભાવાદિકની ભિન્નતાનું જ્ઞાન,
૫૭
Aho! Shrutgyanam