________________
અધ્યાત્મસાર ભાષાંતર. [ સપ્તમએટલે ધર્મમાર્ગને અનુસારે શુભકર્મના બંધક છે. તે બે કયા?તે કહે છે–એક તે શકય એટલે પિતાને ગ્ય એવી ક્રિયાને આરંભ અને બીજું અશક્યની બાબતમાં શુદ્ધ પક્ષ એટલે શુદ્ધ માર્ગને ઉપદેશ કરે તે અર્થાત શુદ્ધ પ્રરૂપણા કરવી તે. આથી બીજે માર્ગ-વિપરીત માર્ગ તે અહિતકારી-અકલ્યાણકારી છે. આ પ્રમાણે શ્રદ્ધારૂપ અનુભવથી પ્રાપ્ત થયેલ માર્ગ છે. ૩૪.
ये त्वनुभवाविनिश्चितमार्गाश्चारित्रपरिणतिभ्रष्टाः । बाह्यक्रियया चरणाभिमानिनो ज्ञानिनोऽपि न ते ॥३५॥
મૂલાર્થ–જેઓ અનુભવવડે માર્ગને નિશ્ચય નહીં કરેલું હોવાથી ચારિત્રના પરિણામથી ભ્રષ્ટ થઈને માત્ર બાહ્ય ક્વિાવડે જ ચારિત્રના અભિમાનવાળા છે, તેઓ જ્ઞાની નથી. ૩૫.
ટીકર્થ–જે કઈ અનુભવવડે માર્ગને નિશ્ચય નહીં કરનાર એટલે જેમણે ભવસાગર તરવાના ઉપાયને સાક્ષાત્ નિર્ધાર કર્યો નથી એવા મનુષ્ય ચારિત્રના પરિણામથી ભ્રષ્ટ થયા છતાં પ્રપેક્ષણ, આહારશુદ્ધિ વિગેરે બાહ્યક્યિા કરવાથીજ “અમે સંયમી છીએ આ પ્રમાણે ચારિત્રને ગર્વ ધરાવતા હોય છે, તેઓ જ્ઞાની એટલે વસ્તુતત્વને જાણનારા નથી. તેમને આત્માને અનુભવ નહીં હોવાથી આત્મા શબ્દને ઉચ્ચાર કરતાં છતાં પણ તેઓ આત્મસ્વરૂપને જાણનારા નથી. લેકમાં અતિ (પણ) શબ્દ લખે છે તેથી નિષ્ફળ ક્ષિા કરવાથી તેઓ ક્યિાવંત પણ નથી એટલે તેઓ અધ્યાત્મરહિત જ છે, એમ જાણવું. ૩૫.
लोकेषु बहिर्बुद्धिषु विगोपकानां बहिःक्रियासु रतिः।
श्रद्धां विना न चैताः सतां प्रमाणं यतोऽभिहितम् ॥३६॥
મૂલાર્થ–બાહ્ય બુદ્ધિવાળા લેકેમાં વિદૂષકેની બાહ્ય ક્રિયાઓ ઉપર પ્રીતિ થાય છે, એ બાહ્ય ક્રિયાઓ શ્રદ્ધા વિના સપુરૂષને પ્રમાણુરૂપ નથી. કારણ કે તે વિષે શાસ્ત્રમાં નીચે પ્રમાણે કહ્યું છે. ૩૬.
ટીકા–બાહ્ય બુદ્ધિવાળા એટલે લિંગ, ક્ષિા વિગેરે પગળિક દષ્ટિવાળા લેકમાં વિદૂષકેને–વિશેષે દૂષણ આપનારાઓને બાહ્યક્ષિાઓ પર પ્રીતિ–આસક્તિ હોય છે, પણ આ બાહ્ય કિયાએ શ્રદ્ધા વિના એટલે જિનવચન પર પરિપૂર્ણ વિશ્વાસ વિના સપુરૂષોને પ્રમાગરૂપ નથી એટલે તેઓ તે બાહ્ય ક્રિયાને મોક્ષના સાધનપણે માનતા નથી, કારણ કે તે વિષે શ્રીહરિભદ્રસૂરિએ પડશકમાં નીચે પ્રમાણે
Aho ! Shrutgyanam