________________
પ્રબંધ.] અનુભવાધિકાર.
૪૩૫ પણની જેવું અતિ આતુર કરે છે. અર્થાત્ અધ્યાત્મના આરંભમાં પ્રથમ પ્રવર્તતે યોગીજનનો અભ્યાસ પણ આત્મસ્વરૂપના વિલાસના રસના સ્વાદવડે કામુક પુરૂષને કામિનીના વિલાસના વિભ્રમની જેમ આનંદકારક થાય છે. ૨. હવે અનુભવના હેતુરૂપ મનના પ્રકારને દેખાડે છેसुविदितयोगैरिष्टं क्षिप्तं मूढं तथैव विक्षिप्तम् । एकाग्रं च निरुद्धं चेतः पञ्चप्रकारमिति ॥३॥
ભૂલાર્થ–ગને સારી રીતે જાણનાર (યોગીઓ) એ ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિસ, એકાગ્ર અને નિરૂદ્ધ એ પાંચ પ્રકારનું ચિત્ત ઈચ્છવું છે. ૩.
ટીકાર્ય–જેમણે વેગને એટલે બ્રહ્મપણું પ્રાપ્ત કરવાના ઉપાયને સારી રીતે જાણે છે એવા યોગીઓએ મનને પાંચ પ્રકારનું ઈછયું છે એટલે જાણવાને અત્યંત ઈછયું છે (કહ્યું છે.) તે આ પ્રમાણેક્ષિસ એટલે વિષય અને રાગાદિકમાં મગ્ન ૧, મૂઢ એટલે બન્ને લોક સંબંધી વિવેકરહિત ૨, વિક્ષિપ્ત એટલે કાંઈક રક્ત અને કાંઇક વિરક્ત, ૩, એકાગ્ર એટલે સમાધિમાં સ્થિર ૪, તથા નિરૂદ્ધ એટલે બહારના વિષને ત્યાગ કરીને આત્માને વિષેજ રહેલું ૫, આ પ્રમાણે પાંચ પ્રકારનું ચિત્ત યોગીઓએ જાણવું. ૩. - હવે પાંચ કે કરીને તે મનના પાંચ પ્રકારનું વિવરણ કરે છે . विषयेषु कल्पितेषु च पुरःस्थितेषु च निवेशितं रजसा।
सुखदुःखयुग्बहिर्मुखमानातं क्षिप्तमिह चित्तम् ॥ ४॥ મૂલાઈ–કલ્પિત અને સન્મુખ રહેલા વિષયમાં રાગવડે સ્થાપન કરેલું, સુખ અને દુઃખથી યુક્ત તથા અધ્યાત્મથી બહિર્મુખ એવા ચિત્તને અહીં ક્ષિત નામનું કહેવું છે. ૪.
ટીકાર્ય-કલ્પિત એટલે રાગથી સુખદાયીપણે મનમાં ધારણ કરેલા અને સન્મુખ રહેલા એટલે ઇદ્રિના વિષયમાં સાક્ષાત પ્રાપ્ત થયેલા એવા શબ્દાદિક વિષયમાં રાગના વશથી અત્યંત સ્થાપન કરેલું સુખ અને દુઃખથી મિશ્રિત તથા આત્મધર્મથી વિમુખ એવું મને આ અનુભવના અધિકારમાં ક્ષિસ નામનું કહેવું છે, માટે અનુભવની ઈચ્છાવાળાએ આવું મન જીતવું જોઈએ. ૪.
क्रोधादिभिर्नियमितं विरुद्धकृत्येषु यत्तमोभूना। कृत्याकृत्यविभागासंगतमेतन्मनो मूढम् ॥५॥
Aho ! Shrutgyanam