________________
૪૩૨
અધ્યાત્મસાર ભાષાંતર.
[ ૧૪
અમૃતના પારણા સમાન વચાને સાંભળીને જિનાગમના તત્ત્વને જાણનારો પુરૂષ ખીજા કયા શાસ્રમાં પ્રીતિને પામે? મહા અંતર હાવાથી કોઇપણ શાસ્ત્રમાં પ્રીતિ પામેજ નહીં, કેમકે સિદ્ધાંતવાદની રચનામાં સર્વે નૈગમાદિક નયાના પ્રવેશ છે એટલે તે સર્વે તેમાં અંતર્ભાવ પામેલા છે. પણ ભિન્ન ભિન્ન રહેલા પ્રત્યેક નયામાં તે સિદ્ધાન્ત વાદની રચના રહેલી નથી. કેમકે માળામાં એટલે રતાવળી વિગેરે હારની સેરમાં ચંદ્રકાંત, વૈર્ય વિગેરે મણિઓના સમૂહ રહેલા હાય છે, પણ ભિન્ન ભિન્ન રહેલા મણિમાં તે માળા હોતી નથી. તેજ રીતે ભિન્ન ભિન્ન રહેલા નયામાં સિદ્ધાન્તવાદની રચના પણ હાતી નથી. તે આ પ્રમાણે-માત્ર વિશેષને જ પ્રતિપાદન કરનાર બૌદ્ધમતમાં વસ્તુના સિદ્ધાન્તની રચના દુર્લભ છે, તે જ પ્રકારે માત્ર સામાન્યને જ પ્રતિપાદન કરનાર તથા જૂદા જૂદા તે અન્નેને પ્રતિપાદન કરનાર સાંખ્યના મતમાં પણ વસ્તુના સિદ્ધ્ાન્તની રચના દુર્લભ છે. ૨૧૦.
હવે પ્રબંધના ઉપસંહાર કરે છે.
अन्योऽन्यप्रतिपक्षभाववितथान् स्वस्वार्थसत्यान्नयानापेक्षाविषयाग्रहैर्विभजते माध्यस्थ्यमास्थाय यः । स्याद्वादे सुपथे निवेश्य हरते तेषां तु दिङ्मूढतां कुन्देन्दुप्रतिमं यशो विजयिनस्तस्यैव संवर्धते ॥ २११ ॥ મૂલાથે—પરસ્પર શત્રુભાવને લીધે નિષ્ફળ અને પોતપોતાના અર્થમાં સત્ય એવા નયાના જે પુરૂષ અપેક્ષા વિષયના આગ્રહવડે મધ્યસ્થપણાના આશ્રય કરીને વિભાગ કરે છે, તથા જે માણસ સ્યાદ્વાદરૂપી સારા માર્ગમાં ચિત્તને સ્થાપન કરીને તે નયાની દિગ્મૂઢતાના નાશ કરે છે, તે જ વિજયવંત પુરૂષનું કુંદ પુષ્પ તથા ચંદ્રના જેવા ઉજજ્વળ ચશ વૃદ્ધિ પામે છે. ૨૧૧.
ટીકાર્થે—પરસ્પર શત્રુપણાને લીધે એટલે વિષપણાને લીધે અસત્ય એટલે પરપક્ષમાં નિષ્ફળ વ્યાપારવાળા અને પોતપોતાના અર્થમાં-પક્ષમાં સત્ય-સફળ નૈગમાદિક નયાના જે પુરૂષ અપેક્ષા એટલે ગૌણુ અને મુખ્યતાના સંબંધવાળા વિષયના-દાત અર્થના આગ્રહવર્ડ-પોતપાતાના પક્ષની મર્યાદાએ કરીને ગ્રહણ કરવાના વિધિવš માધ્યસ્થપણાના-દુરાગ્રહ રહિતપણાના આશ્રય કરીને વિભાગ કરતાં
Aho! Shrutgyanam