________________
( ૭ ) બીજું કર્મ કહે છે–
अज्ञानिनां द्वितीयं तु लोकश्या यमादिकम् । तृतीयं शान्तवृत्त्या तत्तत्त्वसंवेदनानुगम् ॥ ४७ ।।
મૂલાર્થ બીજું કર્મ લોકદષ્ટિએ કરીને યમ, નિયમ વિગેરે છે. તે અજ્ઞાનીઓને હોય છે. અને ત્રીજું કર્મ શાન્તવૃત્તિઓ કરીને તત્ત્વજ્ઞાનને અનુસરતું હોય છે. અર્થાત તે અનુબંધ કર્મ જ્ઞાનીઓને જ હોય છે. ૪૭.
ટીકાઈ–બીજું એટલે પૂર્વશ્લોકમાં કહેલી સંખ્યાના અનુક્રમે પ્રાપ્ત થયેલું બીજું આત્મકર્મ કદષ્ટિએ કરીને એટલે પ્રવચન અથવા પરિવ્રાજકાદિકના મતવડે કરીને યમાદિક–ચમ ( જીવન પર્યત આપમાને આરંભ થકી નિવૃત્ત કરનાર), નિયમ, ધ્યાન અને આસન વિગેરે કરવું તે આત્મકર્મ કહેવાય છે. તે કર્મ જ્ઞાનના ફળ (મેક્ષાદિક) વર્જિત અજ્ઞાનવાળાઓને હોય છે. અને ત્રીજું કર્મ તે શાન્તવિષય અને કષાયાદિકથી રહિત એવી મન અને ઇન્દ્રિયની વૃત્તિઓ કરીને તત્ત્વ–આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપ મેક્ષાદિકના યથાવસ્થિત જ્ઞાનને અનુસરતું એટલે તે જ્ઞાનની અનુકૂળતાએ કરીને ફળવડે સાયમાં (મેક્ષમાં) વ્યાપ્તિ થવી તે ત્રીજું અનુબંધ કર્મ કહેવાય છે. ૪૭. હવે તે ત્રણે કર્મનું ફળ કહે છે.
आद्याशाज्ञानबाहुल्यान्मोक्षबाधकबाधनम् । सद्भावासयलेशेनोचितं अम्म परे जगुः ॥४८॥ .
મૂલાર્થ—અજ્ઞાનની બહુલતાને લીધે પહેલા કર્મથી મોક્ષના બાધ કરનાર (રાગાદિક)ને બાધ થતું નથી. અને કેટલાએક એમ કહે છે કે સભાવવાળા પરિણામના લેશે કરીને (વૈરાગ્યાદિક સભાવને થોડે પણ પરિણામ હોવાથી) તે (પરિણામ)ને યોગ્ય એ જન્મ પામે છે. ૪૮.
ટીકાર્થ—અજ્ઞાન ( કુબોધ)નું અત્યંતપણું હોવાને લીધે પહેલા વિષય કર્મથી સકલ કર્મના ક્ષયરૂપી મોક્ષને બાધ કરનારા-વ્યાઘાત કરનારા રાગાદિકને બાધ–વિનાશ થતું નથી. પણ સારે એ જે વૈરાગ્યાદિક ભાવ તેના પરિણુમના લેશે કરીને તે આશય (પરિણામ)ની સદશ (ઉચિત) જન્મ-બંતરાદિક કે રાજદિક ભવની પ્રાપ્તિ થાય છે. એમ બીજા કેટલાક આચાર્યો કહે છે. ૪૮.
Aho ! Shrutgyanam