________________
( ૬ )
પૂર્વે કહેલા અર્થનું સફળપણું મતાવે છે.— शुद्धमार्गानुरागेणाशठानां या तु शुद्धता । गुणवत्परतंत्राणां सा न क्वापि विहन्यते ॥ ४५ ॥ ભૂલાથે—શુદ્ધ માર્ગના અનુરાગે કરીને શાતારહિત અને ગુણુવાનને પરાધીન રહેલા એવા મનુષ્યની જે શુદ્ધતા છે, તે કોઈપણ ઠેકાણે હણાતી નથી. ૪૫.
ટીકાર્થ—શુદ્ધ-સર્વજ્ઞે કહેલા મુક્તિમાર્ગને વિષે અનુરાગ (પ્રીતિ) વડે માયારહિત અને ગુણવાનને-મહુશ્રુતને આધીન થયેલા માર્ગોનુસારી પુરૂષાની જે મિથ્યાત્વ તથા કષાયાદિકને મંદ કરવારૂપ શુદ્ધતાનિર્મળતાં છે, તે તે કોઈ પણ દર્શનમાં (મતમાં) હુણાતી નથી-વિરોધતાને પામતી નથી. તેા પછી જનમતમાં પ્રવૃત્ત થયેલા મપ્રિય જનાની શુદ્ધતા ન હણાય તેમાં તે શું કહેવું? ૪૫.
પ્રથમ જ્ઞાન બતાવ્યું હવે ક્રિયાના વિશેષ મતાવે છે.-~~ विषयात्मानुबन्धैर्हि त्रिधा शुद्धं यथोत्तरम् । ब्रुवते कर्म तत्राद्यं मुक्त्यर्थं पतनाद्यपि ॥ ४६ ॥ મૂલાથે—વિષય, આત્મા અને અનુબંધ એ ત્રણવડે કરીને કર્મ ત્રણ પ્રકારનું છે. તેમાં પૂર્વની અપેક્ષાએ ઉત્તરાત્તર ( કર્મ ) શુદ્ધ છે. તેમાં પહેલું વિષયકર્મ પર્વતાદિકથી પડવું તે પણ મુક્તિને માટે છે, એમ તેઓ કહે છે. ૪૬,
ટીકાર્થ—વિષય-અગ્નિ પ્રવેશ, જળ પ્રવેશ, અને પર્વતાદિથી ભૃગુપાતાદિક કરવું તે વિષય કર્મ, એ પ્રમાણે કર્મશબ્દના પ્રત્યેક સાથે સંબંધ કરવા તથા પોતેજ કલ્પેલું—પાતપાતાના મતને અનુસારે લેાકસંજ્ઞાએ કરીને મિથ્યા દૃષ્ટિની યમ નિયમાદિ ક્રિયા તે આાત્મકર્મ, અને આત્મસ્વરૂપને અનુકૂળ શાંત વૃત્તિએ કરીને તત્ત્વને અનુસરતું તપ, શીલ તથા શુભ ધ્યાનાદિક કરવું તે અનુબંધ કર્મ. એ ત્રણ પ્રકારનું કર્યું સમગ્ર લાકને વિષે છે. તેમાં લેાકમાં કહેલા ક્રમે કરીને પૂર્વ પૂર્વે કરતાં ઉત્તરોત્તર શુદ્ધ છે એટલે દોષની હાનીની અપેક્ષાએ નિર્મળ છે, તેમાં પહેલું વિષય કર્મ એટલે પર્વતાદિકથી ભૃગુપાતાદિક કર્યું, તે કર્મ પણ તેના મતવાળા મેાક્ષને માટે થાય છે એમ કહે છે. ૪૬.
Aho! Shrutgyanam