________________
' ''
ના ૨૦
પ્રબંધ.] આત્મજ્ઞાનાધિકાર.
૪૭ सोऽयं नि:स्वनिधिग्रहव्यवसितो वेतालकोपक्रमो
नायं सर्वहितावहे जिनमते तत्त्वप्रसिद्ध्यर्थिनाम् ॥२०॥
મૂલાઈ–અન્ય ધર્મઓને પર મતને તિરસ્કાર કર્યા વિના પિતાને મત સાધવો દુષ્કર છે, અને તે તિરસ્કાર કરવાથી ચિત્ત કષાયરૂપી પકે કરીને કલુષ (મલિન) થાય છે. તે આ નિર્ધનના નિધાનને ગ્રહણ કરવામાં ઉદ્યમવંત થયેલે વેતાલના કેપને વેગ છે, અને તે વેગ તત્ત્વજ્ઞાનના અર્થીઓને સર્વને હિતકર એવા જિનાગમને વિષે નથી. ૨૦૪,
ટીકાર્થ–પરવાદીઓને એટલે અન્ય દર્શનના વક્તાઓને પરઅન્ય દર્શનનો આક્ષેપ એટલે અસદોષનું આરોપણ, નિંદા, તિરસ્કાર અથવા પોતાના મતને ગર્વ કર્યા વિના પિતાને મત દુઃસાધ્ય છે એટલે સિદ્ધ કરવું અશક્ય છે, અને તે પરમતને તિરસ્કાર વિગેરે કરવાથી મન કષાયરૂપી કાદવવડે મલિન થાય છે. તે તિરસ્કારાદિક વ્યાપાર નિધનના નિધાનનું હરણું કરવાના વિધિમાં ઉદ્યમવત થયેલા એવા વેતાલના–ભૂતના આવેશવાળા મૃતકના કેપના વેગ જેવું છે, કેમકે તેના વડે ધર્મરૂપી ધનનું હરણ થવાપણું છે. આ હમણું કહે પ્રકાર પારમાર્થિક જ્ઞાનના પ્રયોજનવાળા પુરૂષને સર્વને હિતકારક એવા જિનાગમને વિષે બીલકુલ નથી. ૨૦૪. * હવે જિનાગમને વિષે પિતાનું મન અત્યંત લીન થયેલું છે, તે કર્તા દેખાડે છે.वार्ताः सन्ति सहस्रशः प्रतिमतं ज्ञानांशबद्धक्रमा
श्वेतस्तासु न नः प्रयाति नितरां लीनं जिनेन्द्रागमे । नोत्सर्पन्ति लताः कति प्रतिदिशं पुष्पैः पवित्रा मधौ । - ताभ्यो नैति रति रसालकलिकारक्तस्तु पुंस्कोकिलः २०५
મૂલાઈદરેક દર્શનમાં જ્ઞાનના લેશથી જેને ક્રમ બાંધેલે છે એવી હજાર વાર્તાઓ છે, તે પણ જિનેશ્વરના આગમમાં અત્યંત લીન થયેલું અમારું મન તે વાર્તાઓ તરફ જતું નથી, કેમકે વસંતઋતુમાં દરેક દિશાએ પુષ્પોથી પવિત્ર એવી કેટલી લતાઓ નથી દેખાતી? અથત ઘણું દેખાય છે, તે પણ આમ્રની મંજરીમાં આસક્ત થયેલે કેકિલ પક્ષી તે લતાઓ પર પ્રીતિ પામતે નથી, ૨૦૫,
Aho ! Shrutgyanam