SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬ અધ્યાત્મસાર ભાષાંતર. [ ૧૪ સર્વેની દષ્ટિ-દર્શન એક એક નયના આશ્રય કરનારી છે; પણ જિન સંબંધી દષ્ટિ-વસ્તુ જોવાની બુદ્ધિ સમગ્ર નયાવડે ગ્રથિત છે, માટે આ જિનશાસનને વિષે અત્યંત સારપણું એટલે સર્વ મતામાં અત્યંત શ્રેષ્ઠપણું સાક્ષાત્-પ્રત્યક્ષ જ દેખાય છે. ૨૦૨. પૂર્વે કહેલા હેતુથી બીજાં દર્શનાવડે જૈન દર્શન પરાભવ પમાડી શકાય તેવા નથી એરૂપ ગુણની સ્તુતિ કરે છે.—— उष्मा नार्कमपाकरोति दहनं नैव स्फुलिंगावली नान्धि सिन्धुजलप्लवः सुरगिरिं ग्रावा न चाभ्यापतन् । एवं सर्वनयैकभाव गरिमस्थानं जिनेन्द्रागमं तत्तद्दर्शनसंकथांशरचनारूपा न हन्तुं क्षमा ॥ २०३ ॥ મૂલાથે—ઉષ્મા ( ઘામ ) સૂર્યને દૂર કરી શકતા નથી, અગ્નિના કણીયાનો સમૂહ અગ્નિને દૂર કરી શકતા નથી, નદીના જળનું પૂર સમુદ્રને દૂર કરી શકતું નથી, તથા સન્મુખ પડતા પાષાણુ મેરૂ પર્વતને હઠાવી શકતા નથી, તેજ પ્રમાણે સર્વે નયાના અદ્વિતીય ભાવના ગૌરવવાળા સ્થાનરૂપ જિનેંદ્રના આગમને તેના અંશની રચનારૂપ તે તે દર્શનાની કથા પરાભવ કરવા સમર્થ નથી. ૨૦૩. ટીકાથે—ઉષ્મા એટલે ઘામ. અર્થાત્ ઉષ્મા સ્પર્શવાળા ધૂળ વિગેરે પદાર્થ સૂર્યને દૂર કરી શકતા નથી એટલે પેાતાના તાપથી સૂર્યના તાપના પરાભવ કરી શકતા નથી, તથા અગ્નિના કણીયાને સમૂહ દાવાનળના પ્રકાશને દૂર કરી શકતા નથી, તથા નદીના જળનું પૂર સમુદ્રને દૂર કરી શકતું નથી ( હઠાવી શકતું નથી, ) તથા સન્મુખ પડતા પથ્થરના કકડો મેરૂ પર્વતને દૂર હઠાડી શકતા નથી. તે જ પ્રમાણે એટલે પૂર્વે કહેલા દષ્ટાન્ત અને નાધૃતિકની યોજનાના અનુક્રમ પ્રમાણે સર્વે નયાના એક ભાવ એટલે એક સ્થળે સિદ્ધ કરવારૂપ ભાવ, તરૂપ ગૌરવતાના સ્થાનભ્રત અથવા ઘરરૂપ જિંનેંદ્રાગમને તેના અંશની રચનારૂપ એટલે એક એક નયની રચનાવાળી તે તે દર્શનની કથા એટલે તે તે મતવાળાના મતની વાર્તા પરાભવ કરવા સમર્થ થઇ શકતી નથી. ૨૦૩. હવે જૈન મતવાળાને પોતાના મતને સાધવામાં ચિત્તની કલુષતા દૂર થાય છે, એ ગુણુવડે તેની સ્તુતિ કરે છે.— दुःसाध्यं परवादिनां परमतक्षेपं विना स्वं मतं तत्क्षेपे च कषाय पंककलुषं चेतः समापद्यते । Aho! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy