________________
પ્રબંધ.] આત્માનાધિકાર.
* ૪૭ બાધ કરનારી હોય, તે ઈચ્છા વિના જ હસ્ત વિગેરેની જેમ ધારણું કરેલા વસ્ત્રાદિકના હેવાપણુમાં શે બાધ છે? ૧૮૫.
—હે ભદ્ર! જે વસ્ત્રાદિક-વસ્ત્રપાત્ર વિગેરેને ધારણુ-ગ્રહણ કરવાની ઈચ્છા જ તે મેક્ષપ્રાપ્તિને બાધ કરનારી-અભાવ કરનારી તમને ઈષ્ટ હોય, તે તે ઈચ્છા વિના જ હસ્ત, પાદ વિગેરેની જેમ ધારણ કરેલા વસ્ત્રાદિકના ગ્રહણનું અવસ્થાન છતે એટલે શરીરાદિકને વિષે માત્ર આધારરૂપે રહે છતે મુનિને શું બાધક છે? કાંઈ પણ બાધ અમે જોતા નથી. ૧૮૫.
. ફરીથી દિગંબરી કહે કે-“વસ્ત્ર સ્વસત્તા માત્ર કરીને પણ વિદ્યમાન હોય, તે તે કેવળજ્ઞાનની ઉત્પત્તિને બાધ કરનાર છે.” એ શંકાપર કહે છે –
स्वरूपेण च वस्त्रं चेत् केवलज्ञानबाधकम् । तदा दिक्पटनीत्यैव तत्तदावरणं भवेत् ॥ १८६ ॥
મૂલાર્થ-જે વસ સ્વરૂપે કરીને જ કેવળજ્ઞાનને બાધાકારી હેય તો દિગંબરના ન્યાયવડે જ તે (વસ્ત્ર) તે (કેવળજ્ઞાન) નું આવરણ થવું જોઈએ. ૧૮.
ટીકાથે હે ભદ્ર! નેત્ર મીંચીને વિચાર કર, કે જે વસ્ત્ર સ્વરૂપે કરીને જ એટલે માત્ર વિદ્યમાનપણે કરીને જ કેવળજ્ઞાનનું બાધક એટલે કેવળજ્ઞાનની ઉત્પત્તિને પ્રતિઘાત કરનાર હોય, તે દિગંબરના ન્યાયે કરીને જ તે વસ તે કેવળજ્ઞાનનું આવરણ કરનાર જ્ઞાનાવરણીય કર્મની જેવું હોવું જોઈએ. અને તેમ થવાથી તારા મતમાં વસ્ત્રાવરણ સહિત છ પ્રકારે જ્ઞાનાવરણ થવાં જોઈએ. ૧૮૬.
વળી તે જ અર્થમાં બીજું દૂષણ આપે છેइत्थं केवलिनस्तेन मूर्ध्नि क्षिप्तेन केनचित् ।
केवलित्वं पलायेतत्यहो किमसमञ्जसम् ॥ १८७॥ - મૂલાર્થિ—અને તેમ થવાથી કેવળીના મસ્તક પર કઈ પુરૂષ વસ નખે તે તેથી કરીને પણ તેનું કેવળીપણું નષ્ટ થવું જોઈએ. માટે અહે! આ કેવું અગ્ય? (તારું કથન છે.) ૧૮૭.
ટીકાર્થ–આ પ્રકારે એટલે પૂર્વ કહ્યા પ્રમાણે વસ્ત્રાવરણ સિદ્ધ થયે છતે કઈ ભક્તિમાન પુરૂષ કેવળીના મસ્તક પર વસ્ત્ર ધારણ કરે, તે તેથી કરીને પણ તેનું કેવળજ્ઞાન નાશ પામવું જોઈએ. કારણું .
૫૩
Aho ! Shrutgyanam