________________
પ્રબંધ ]
આત્મજ્ઞાનાધિકાર.
૪૭
જ્ઞાનને જ તપરૂપે નથી જાણતા તે નષ્ટ ચિત્તવાળા તપસ્વી વિસ્તારવાળી કર્મક્ષયરૂપ નિર્જરાને શા ઉપાયથી પામે ? કોઈ પણ ઉપાયથી પામે નહીં. ૧૬૧૦
अज्ञानी तपसा जन्मकोटिभिः कर्म यन्नयेत् । अन्तं ज्ञानतपोयुक्तस्तत्क्षणेनैव संहरेत् ॥ १६२ ॥ મૂલાથે—અજ્ઞાની માણસ જે કર્મના તપસ્યાવડે ફાટી જન્મે કરીને નાશ કરે, તે કર્મના જ્ઞાનતપે કરીને યુક્ત મુનિ ક્ષણવારમાં જ નાશ કરે છે. ૧૬૨.
ટીકાર્થ—અજ્ઞાની એટલે તત્ત્વમેધ રહિત મનુષ્ય જે એટલે જેટલા પરિમાણવાળા કર્મને તપસ્યાવડે કરોડો જન્મે કરીને એટલે કરોડ ભવની પરંપરાએ કરીને વિનાશ પમાડે છે, તેટલા કર્મને જ્ઞાનરૂપી તપે કરીને ચુક્તમુનિ એક ક્ષણમાં જ એટલે અલ્પ સમયમાં જ વિનાશ પમાડે છે. ૧૬૨.
એ જ માટે કહ્યું છે.—
ज्ञानयोगतपःशुद्धमित्याहुर्मुनिपुंगवाः ।
तस्मान्निकाचितस्यापि कर्मणो युज्यते क्षयः ॥ १६३ ॥ મૂલાથૅજ્ઞાનયોગરૂપી તપસ્યા જ શુદ્ધ છે એમ શ્રેષ્ઠ મુનિએ કહે છે, કારણ કે તેનાથી નિકાચિત કર્મનેા પણ ક્ષય થાય છે. ૧૬૩. ટીકાથ—શ્રેષ્ઠ મુનિએ જ્ઞાનયોગ એટલે જ્ઞાનપૂર્વક બ્રહ્મપણાની પ્રાપ્તિના ઉપાયરૂપ તપ, કર્મને ક્ષય કરવાના શુદ્ધ-નિર્મળ ઉપાય છે એ પ્રકારે કહે છે. કારણ કે તે જ્ઞાનયોગરૂપી તપસ્યાથી નિકાચિત કર્મા પણુ એટલે અત્યંત ગાઢ બંધનથી બંધાયેલા જ્ઞાનાવરણાદિક કર્મોના પણ ક્ષય-વિનાશ સંભવે છે. તેા પછી શિથિલ અંધવાળા કર્મના ક્ષય થાય તેમાં તે શું આશ્ચર્ય ! ૧૬૩.
એમ શી રીતે ?. તે કહે છે.
Aug
यदिहापूर्वकरणं श्रेणी शुद्धा च जायते ।
ध्रुवः स्थितिक्षयस्तत्र स्थितानां प्राच्यकर्मणाम् ॥ १६४ ॥ ભૂલાર્થ—કારણ કે આ જ્ઞાનયોગ તપને વિષે અપૂર્વકરણ અને શુદ્ધ શ્રેણી ઉત્પન્ન થાય છે, તેથી ત્યાં રહેલા મુનિના પૂર્વ કર્મોની સ્થિતિના ક્ષય અવશ્ય થાય છે. ૧૬૪.
ટીકાથે—જેથીકરીને આ જ્ઞાનયોગ તપને વિષે અપૂર્વકરણ એટલે
Aho! Shrutgyanam