SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ભાષાંતર. [ પછज्ञानेन निपुणेनैक्यं प्राप्तं चन्दनगन्धवत् । निर्जरामात्मनो दत्ते तपो नान्यादृशं क्वचित् ॥ १५९ ॥ મૂલાર્થ_નિપુણ એવા જ્ઞાનવડે ચંદન અને તેના ગંધની જેમ એકતાને પામેલી તપસ્યા આત્માની નિર્જરને આપે છે તેનાથી બીજા પ્રકારની તપસ્યા કદાપિ નિર્જરા આપતી નથી. ૧૫૯. ટકાઈ નિપુણ એટલે યથાર્થ વસ્તુસ્વરૂપને જણાવવામાં કુશળ એવા રાનવડે એટલે સબંધવડે ચંદનાદિકના ગંધની જેમ એક સ્વરૂપપણુને પામેલી એટલે તપસ્યાની રૂચિના પરિણામરૂપે પરિસુમેલી અનશનાદિક તપસ્યા આત્માને ઉક્ત સ્વરૂપવાળી નિર્જરાને આપે છે. અને તેથી વિલક્ષણ એવી તપસ્યા કદાપિ નિર્જરાને આપતી નથી. કારણ કે તેને આત્માએ સ્વીકાર કર્યો નથી. ૧૫૯. तपस्वी जिनभक्त्या च शासनोद्भासनोत्थया। पुण्यं बध्नाति बहुलं मुच्यते तु गतस्पृहः ॥ १६० ॥ મૂલાર્થ—તપસ્વી (મુનિ શાસનની ઉન્નતિ કરવાથી ઉત્પન્ન થયેલી જિનભક્તિવડે ઘણું પુણ્ય બાંધે છે. અને સર્વ પ્રકારની સ્પૃહારહિત થયેલ તપસ્વી મુક્ત થાય છે. ૧૬૦. ટીકાર્ય–જેને નિરંતર તપ હોય તે તપસ્વી અર્થાત્ મુનિ, શાસનના-જિનપ્રવચનના ઉભારવડે એટલે તેના મહિમાને પ્રકટ કરવાથી ઉન્નતિ કરવાવડે ઉત્પન્ન થયેલી જિનભક્તિથી એટલે જિનેશ્વરનું વિશેષ બહુમાન કરવાથી ઘણું પુણ્ય–શુભ કર્મ બાંધે છે-ઉપાર્જન કરે છે. અને જેને શાસનની ઉન્નતિ વિગેરેની પણ સર્વ સ્પૃહા દૂર થઈ ગઈ છેનષ્ટ થઈ છે, એ તપસ્વી તે મુક્ત થાય છે એટલે શુભાશુભ કર્મના બંધનથી રહિત થાય છે. ૧૬૦. कर्मतापकरं ज्ञानं तपस्तन्नैव वेत्ति यः। प्राप्नोतु स हतस्वान्तो विपुलां निर्जरां कथम् ॥ १६१ ॥ ભૂલાથે–જે તપસ્વી કર્મને તાપ કરનારૂં જ્ઞાન જ તપ છે એમ જાણ નથી, તે હણુયેલા ચિત્તવાળે મુનિ મેટી નિર્જરાને શી રીતે પામે? ૧૬૧. ટીકાર્ય–જે તપસ્વી કમેને એટલે કાર્મણ શરીર વિગેરે પુગળરાશિને ક્ષય થવારૂપ સંતાપ ઉત્પન્ન કરનાર જ્ઞાન એટલે બોધ જ તપ છે, એમ નથી જાણતું એટલે તેવા પ્રકારનું જ્ઞાન ન હોવાને લીધે Aho ! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy