________________
( 20 )
શ્રેણીઓ શ્રેણીપર આરૂઢ નહીં થયેલાને માટે જાણવી. માહશમક ખાર કષાય અને નવ નાકષાયરૂપ ચારિત્ર માહનીયના ઉપશમ કરનાર એટલે ઉદયના નિરોધને કરનાર નવમા અને દશમા ગુણસ્થાનકે રહેનાર, એ છઠ્ઠી ગુણશ્રેણી જાણવી. શાંતમેાહુ-જેણે સમગ્ર ચારિત્ર મેહનીય કર્મને શાંત કર્યું છે એટલે ઉદયના અભાવ પમાડવો છે. એવે અગીયારમાં ગુણસ્થાનકે રહેલા, તે સાતમી ગુણશ્રેણી જાણવી. તથા ક્ષપક-ચારિત્ર માહનીયની સત્તાના ક્ષય કરનાર નવમા અને દશમા ગુણસ્થાનકે રહેલા, તે આઠમી ગુણશ્રેણી તથા ક્ષીણમાહ-ચારિત્ર માહનીય કર્મને જેણે સત્તામાંથીજ વિનાશ કર્યો છે એવા ખારમા ગુણુસ્થાનકે વર્તનારો, તે નવમી ગુણશ્રેણી. તથા જિન એટલે રાગાદિકને જીતનારી સયેાગીકેવલી, (તેરમે ગુણુસ્થાનકે વર્તનાર ) તે દશમી ગુણશ્રેણી જાણી. તથા યોગી કેવલી—જેણે સકલ શુભાશુભ મન, વચન અને કાયાના વ્યાપાર રોકયા છે એવા ચૌદમા ગુણસ્થાનકે રહેલા ( સિદ્ધ ) થાય છે. એ અગ્યારમી ગુણ શ્રેણી જાણવી. ૩૨-૩૩-૩૪. પૂર્વોક્ત અગ્યાર ગુણશ્રેણીઓનું ફલિતાર્થ કહે છે. यथाक्रमममी प्रोक्ता असंख्यगुणनिर्जराः । यतितव्यमतोऽध्यात्मवृद्धये कलयापि हि ॥ ३५ ॥ મૂલાથે આ સમ્યકત્વ વિગેરે અગ્યાર પ્રકારો અનુક્રમે અસંખ્ય ગુણ નિર્જરાવાળા કહેલા છે, તેથી તેના અભ્યાસે કરીને પણ અધ્યામની વૃદ્ધિને માટે પ્રયત્ન કરવા. ૩૫.
ટીકાર્ય—અનુક્રમે-પૂર્વોક્ત પરિપાટીને અનુસરીને આ સમ્યગ્દચાદિક ગુણા પૂર્વ પૂર્વ કરતાં ઉત્તરઉત્તર અસંખ્ય છે ગુણાકાર જેના એવી નિર્જરાવાળા—કર્મની પરિશાટના ફરવાવાળા તીર્થંકરાર્દિકે કહેલા છે. તે કારણ માટે નિશ્ચે કરીને અધ્યાત્મની વૃદ્ધિને માટે—જેમ આત્મશુદ્ધિની વૃદ્ધિ થાય તેમ વારંવાર તેવા અભ્યાસમાં પ્રવૃત્તિ કરીને પણ યત્ન કરવા. અહીં એ તાત્પર્ય છે કે—કદિ શુદ્ધ ભાવની પ્રાપ્તિ ન થઈ હાય તા પણ જ્ઞાન અને ક્રિયાની શુદ્ધિને માટે નિર્મળતા અને માધ્યસ્થ્યાદિકે કરીને આવયક, પ્રત્યુપેક્ષણ, અધ્યયન, અધ્યાપન તથા ભાવનાદિકને વિષે પ્રવૃત્તિ કરવી. ૩પ.
પૂર્વોક્ત અર્થનું જ સમર્થન કરે છે.
ज्ञानं शुद्धं क्रिया शुद्धेत्यंशौ द्वाविह संगतौ । चक्रे महारथस्येव पक्षाविव पतत्रिणः ॥ ३६ ॥
Aho! Shrutgyanam