________________
પ્રબંધ ]
આત્મજ્ઞાનાધિકાર.
૩૪૭
ટીકાથે—જન્માદિક ભેદ પણ એટલે મનુષ્યાદિકના જન્મ તથા અજ્ઞાની, જ્ઞાની, સુખી, દુઃખી વિગેરે ભેદ પણ જ્ઞાનાવરણાદિક કર્મના પરિણામ-અન્ય અન્ય રૂપે થવાના વિકાર નિશ્ચે છે. તેવા કર્મથી ઉત્પન્ન થયેલા ભેદ અવિકારી–વિકારરહિત આત્માને વિષે છે જ નહીં. અહીં સર્વત્ર સામાન્યના આશ્રયથી વ્યાખ્યા જાણવી. ૧૫.
કેવળ ભેદનું ગ્રહણ કરવામાં દૂષણ કહે છે.— आरोग्य केवलं कर्मकृतां विकृतिमात्मनि । भ्रमन्ति भ्रष्टविज्ञाना भीमे संसारसागरे ॥ १६ ॥
મૂલાથે—કેવળ કર્મે કરેલા વિકારને આત્માને વિષે આપણુ કરીને જ્ઞાનથી ભ્રષ્ટ થયેલા જીવા ભયંકર સંસારરૂપી સાગરને વિષે ભ્રમણ કરે છે. ૧૬
ટીકાથે—કેવળ કર્યું ઉત્પન્ન કરેલા સ્વરૂપના વિપર્યાસરૂપ વિકારનું આત્માને વિષે એટલે જીવના સ્વભાવને વિષે આરોપણ કરીને એટલે ભ્રમથી તેવા તેવા પ્રકારના આત્માને માનીને ભ્રષ્ટ જ્ઞાનવાળા પ્રાણી અતિ ભયંકર સંસારરૂપી સમુદ્રને વિષે ભ્રમણ કરે છે. ૧૬. તેમાં દષ્ટાંત આપે છે.—
उपाधिभेदजं भेदं वेत्यज्ञः स्फटिके यथा । तथा कर्मकृतं भेदमात्मन्येवाभिमन्यते ॥ १७ ॥ ભૂલાથે—જેમ મૂર્ખ માણસ ઉપાધિના ભેદથી ઉત્પન્ન થયેલા ભેદને સ્ફટિકને વિષે ભેદરૂપ જાણે છે, તેમ કર્મે કરેલા ભેદને આત્માને વિષે માને છે. ૧૭.
ટીકાર્થ——જેમ મૂર્ખ માણસ ઉપાધિના ભેદથી એટલે રાતા પુષ્પ વિગેરેના (ડાક વિગેરેના) આરોપના ભેદથી ઉત્પન્ન થયેલા ભેદને એટલે રક્તતા વિગેરે. ભિન્ન ભિન્ન રૂપપણાને સ્ફટિક મણિને વિષે જાણે છે, તેજ પ્રકારે નિશ્ચયના સ્વરૂપને નહીં જાણનારા મનુષ્ય પણ કર્મે ઉત્પન્ન કરેલા ભેદને એટલે નર, નારક, અજ્ઞાની વિગેરે ભિન્નતાને આત્માને વિષે જ–જીવના સ્વભાવને વિષે જ માને છે સર્વથા જાણું છે. ૧૭.
उपाधिकर्मजो नास्ति व्यवहारस्त्वकर्मणः । इत्यागमवचो लुप्तमात्मवैरूप्यवादिना ॥ १८ ॥
Aho! Shrutgyanam