________________
પ્રબંધ.] અસગ્રહને ત્યાગ.
ર૭૩ મૂલાથે–તેથી કરીને નિરવઘ પ્રવૃત્તિવાળા તથા કર્મવેગે કરીને ચિત્તની શુદ્ધિને પામનારા જ્ઞાનીઓને જ્ઞાનની યોગ્યતા થાય છે. ૨૫.
ટીકાર્ય–તેથી કરીને એટલે પૂર્વે કહેલા હેતુઓ કરીને નિરવદ્ય એટલે નિર્દોષ પ્રવૃત્તિવાળા તથા કર્મયેગે કરીને એટલે ક્ષિાની પ્રવૃત્તિઓ કરીને ચિત્તશુદ્ધિને–મનની નિર્મળતાને પામેલા જ્ઞાનીઓને જ્ઞાનયોગની યોગ્યતા થાય છે. તેથી સર્વથા ક્રિયારહિત જ્ઞાનયોગ હોતે જ નથી. ૨૫.
કર્મયોગ સિદ્ધ થયા પછી જ્ઞાનયોગ થવા ગ્ય છે, તે વાત બીજાના વ્યપદેશથી કહે છે
अत एव हि सुश्राद्धचरणस्पर्शनोत्तरम् । दुःपालश्रमणाचारग्रहणं विहितं जिनैः ॥ २६ ॥
મૂલાર્થ–તેથી કરીને જ પ્રથમ સુશ્રાદ્ધના આચરણને સ્પર્શ કર્યા પછી દુખે કરીને પાળી શકાય તેવા સાધુના આચારને ગ્રહણ કરવાનું જિનેશ્વરોએ કહેલું છે. ૨૬.
ટીકાથે–તેથી કરીને જ એટલે પ્રાપ્તિને વિષે અનુક્રમ હોવાથી જ સારા શ્રાવકના–પૃહીધર્મના આચરણનો-દેશવિરતિ ચારિત્રને સ્પર્શ એટલે પાલન કર્યા પછી દુઃખે કરીને પાળી શકાય તેવા સાધુના આચારને-દીક્ષાને-સર્વવિરતિપણને ગ્રહણ-સ્વીકાર કરવાનું તીર્થકરોએ કહેલું છે-આગમને વિષે પ્રતિપાદન કરેલું છે. આ ઉત્સર્ગ માર્ગ જાણવો. ૨૬.
કહેલી રીતે પ્રાપ્તિને વિષે અનુક્રમને ઉપદેશ કરવાનું શું પ્રજન છે? એ આકાંક્ષા પર કહે છે – . एकोदेशेन संवृत्तं कर्म यत्पौर्वभूमिकम् ।
दोषोच्छेदकरं तत्स्याज्ज्ञानयोगप्रवृद्धये ॥ २७ ॥
મૂલાર્થ–પૂર્વ ભૂમિકારૂપ જે કર્મ એકના ઉદ્દેશ કરીને કર્યું હોય, તે કર્મ દેષને નાશ કરીને જ્ઞાનયોગની વૃદ્ધિને માટે થાય છે. ર૭.
ટીકાર્ય–જે કારણ માટે પ્રથમ ભૂમિકા-ગાવસ્થાને વિષે થયેલું કર્મ-ક્રિયાગ એકના ઉદેશે કરીને એટલે ચૂલાભની નિવૃત્તિના અન્વે ષણે કરીને અર્થાત દેશવિરતિએ કરીને આચરણ કરેલું હોય તે તે કર્મ કામ, ક્રોધ, મેહ વિગેરે દેશે કે જેઓ સર્વવિરતિના પ્રતિબંધક છે, તેને નાશ કરીને જ્ઞાનયોગની વૃદ્ધિને માટે થાય છે. ૨૭.
૩૫
Aho! Shrutgyanam