________________
પ્રબંધ.] અચધ્રહને ત્યાગ.
૨૬૩ ટીકાથે–આત્માને વિષે જ-પોતાના સ્વભાવને વિષે જ જે રતિ એટલે પોતાના સ્વરૂપને જાણવાની પ્રીતિ (વિનોદ) અર્થાત તે આત્મસ્વરૂપે જોવા માટે ઉત્કંઠિતપણે રહેવું તે, આવી પ્રીતિ જ જેનું એકઅદ્વિતીય લક્ષણ એટલે સ્વરૂપને જણાવનારૂં ચિન્હ છે એવું શુદ્ધ-આકાંક્ષાદિ દેષ રહિત નિર્મળ થાનાદિક જે આત્યંતર તપ તે જ્ઞાનયોગ એટલે જ્ઞાનમય બ્રહ્મપણને શીધ્રપણે પ્રાપ્ત કરવાના ઉપાય કહેવાય છે. તે જ્ઞાનગ ઇદ્રિના અર્થો થકી-શબ્દાદિક વિષયો થકી અથવા તેના સુખની ઈચ્છારૂપી સમુદ્ર થકી જે ઉન્મની ભાવ એટલે ઉન્મજનઉપરના ભાગપર જવું તે થકી, અન્યત્ર એટલે મેક્ષમાં પોતાની ઉત્કંઠા હોવાથી મોક્ષનો સાધક એટલે સકલ કર્મના ક્ષયને સંપાદન કરનાર થાય છે. પ.
આ જ્ઞાનયોગનું જ જાગ્રત સ્વરૂપ છે, તે દેખાડે છે. न परप्रतिबन्धोऽस्मिन्नल्पोऽप्येकात्मवेदनात् । शुभं कर्मापि नैवात्र व्याक्षेपायोपजायते ॥ ६ ॥
મૂલાર્થ–આ જ્ઞાનને વિષે કેવળ એક આત્માનું જ જ્ઞાન હોવાથી લેશ પણ બીજો પ્રતિબંધ નથી. કારણ કે આ જ્ઞાનને વિષે શુભ ક્યિા પણ વ્યાક્ષેપને માટે થતી નથી. ૬.
ટીકાર્ય–આ જ્ઞાનયોગને વિષે એક જ એટલે અન્ય વિષયના પરિહારે કરીને કેવળ અદ્વિતીય આત્માનું એટલે જીવસ્વરૂપનું જ વેદન–અનુભવ અથવા વિચાર હોવાથી લેશ પણ પરને વિષે એટલે આત્મધ્યાનથી વ્યતિરિક્ત બીજાને વિષે પ્રતિબંધ એટલે “આ પણ મારે અવશ્ય કરવા લાયક છે.” એવો આગ્રહ થતો નથી. કારણ કે આ જ્ઞાનયોગને વિષે શુભ કર્મ પણ એટલે પ્રતિક્રમણદિક શુભ કિયા પણ વ્યાક્ષેપને માટે એટલે આત્મધ્યાનના ભંગને માટે થતી નથી. અર્થત શુભ ક્રિયા કરતાં છતાં પણ તે ધ્યાનમાં જ તલ્લીન રહે છે. કેમકે ધ્યાન અને શુભ કર્મ એ બન્નેને પરસ્પર વિરોધ નથી. ૬.
અહીં કેઈ શંકા કરે કે-ત્યારે તે આવશ્યકાદિક ક્રિયા અવશ્ય કરવાપણે પ્રાપ્ત થઈ. તે શંકાનું સમાધાન કરતાં કહે છે--
न ह्यप्रमत्तसाधूनां क्रियाप्यावश्यकादिका । नियता ध्यानशुद्धत्वाद्यदन्यैरप्यदः स्मृतम् ॥ ७ ॥
Aho ! Shrutgyanam