________________
રદર
અધ્યાત્મસાર ભાષાંતર. [ પંચમહવે બે લેક વડે કર્મયોગનું જ સ્વરૂપ સ્પષ્ટ કરે છે– शारीरस्यन्दकर्मात्मा यदयं पुण्यलक्षणम् । कर्मातनोति सद्रागात्कर्मयोगस्ततः स्मृतः ॥ ३ ॥
મૂલાર્થ–જેથી કરીને શરીરના વેગરૂપી કર્મના સ્વરૂપવાળે આ કર્મવેગ સારા પ્રેમથી પુણ્યના લક્ષણવાળી કિયાને કરે છે, તેથી તેને કર્મયોગ કહે છે. ૩.
ટકાર્ય–જેથી કરીને આ કર્મવેગ શારીરિક સ્વંદ એટલે હેય (ત્યાગ કરવા લાયક) અને ઉપાદેય (ગ્રહણ કરવા લાયક)ના વિભાગે કરીને નિવૃત્તિ અને પ્રવૃત્તિરૂપ ચેષ્ટાવાળા શરીરના વેગરૂપી વ્યાપારના સ્વરૂપવાળે છતે સારા ધર્મવિષયક પ્રેમ કરીને પુણ્યના લક્ષણવાળું એટલે સાતવેદનીયાદિક શુભ પ્રકૃતિના બંધરૂપ જેનું મુખ્ય ફળ છે એવું કર્મ બાંધે છે એટલે પૂર્વ કહ્યા પ્રમાણે શુભ કર્મબંધ કરે છે, તેથી કરીને તેનું નામ કર્મગ કહ્યું છે. ૩.
आवश्यकादिरागेण वात्सल्याद्भगवद्रािम् । प्राप्नोति स्वर्गसौख्यानि न यान्ति परमं पदम् ॥४॥
મૂલાર્થ–આવશ્યક વિગેરે ક્રિયાપરના રાગે કરીને અને જિનેશ્વરની વાણી પરના વાત્સલ્ય કરીને પ્રાણું સ્વર્ગનાં સુખ પામે છે. પણ મેક્ષ પદને પામતા નથી. ૪.
ટીકાર્ય–આવશ્યક વિગેરે યિા કરવામાં પ્રીતિએ કરીને અને ભગવાન શ્રી જિદ્રની વાણુ પરના વત્સલ ભાવે કરીને એટલે આગમને વિષે રહેલી ભક્તિ અને સ્નેહને અનુસરતી મનની પ્રીતિએ કરીને અર્થત માત્ર કાગવડે પ્રાણી દેવલોકમાં રહેલાં સુખને એટલે ઇંદ્રાદિક દેના ભેગોને પામે છે. પણ તેવી ક્રિયા કરીને પરમપદ-મુક્તિ
સ્થાનમાં જતા નથી. રાગ સહિત ધર્મ કરવાથી શુભાનુબંધ થાય છે અને તેથી સ્વર્ગસુખ મળે છે. ૪. હવે રાગ કહે છેज्ञानयोगस्तपः शुद्धमात्मरत्येकलक्षणम् । इन्द्रियार्थोन्मनीभावात्स मोक्षसुखसाधकः ॥५॥
મૂલાર્થ–આત્માને વિષે એક પ્રીતિ જ જેનું લક્ષણ છે એવી જે શુદ્ધ તપસ્યા, તે જ્ઞાનાગ કહેવાય છે, તે જ્ઞાનયોગ ઇદ્રિના વિષયથી ઉન્મની ભાવ થવાને લીધે મેક્ષના સુખને સાધક છે. ૫.
Aho ! Shrutgyanam